News of Friday, 16th October 2026
AAPના દેડીયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે 12 કલાક માટે જામીન મંજૂર
હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને સવારે 7 કલાકથી સાંજે 7 કલાક એમ 12 કલાકના જામીન મંજૂર કર્યા :સુરત સિવિલમાં ગંભીર અવસ્થામાં દાખલ ચૈતર વસાવાના ભાઈની તબિયત પૂછવા આપ્યા જામીન.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાંથી 30 દિવસના હંગામી જામીન માંગ્યા હતા. જેમાં કોર્ટે તેના એક દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે
AAP ના દેડીયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે 12 કલાક માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને જામીન આપ્યા છે સુરત સિવિલમાં ગંભીર અવસ્થામાં દાખલ. ચૈતર વસાવાના ભાઈની તબિયત પૂછવા જામીન આપ્યા છે સવારે 7 કલાકથી સાંજે 7 કલાક એમ 12 કલાકના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટે સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ પેપર્સ ધ્યાને લીધા અને નોંધ્યું કે અરજદારના ભાઈની હાલત ખરેખર નાજુક છે. માનવતાના ધોરણે ધ્યાનમાં રાખી કોર્ટે જામીન અરજી અંશતઃ મંજૂર કરી છે. જે મુજબ અરજદારને જેલમાંથી વાસ્તવિક મુક્તિની તારીખથી એક દિવસ માટે સવારે 07 વાગ્યાથી સાંજે 07 વાગ્યા સુધી જામીન આપવામાં આવે છે. અરજદારે 10 હજાર રૂપિયાનો પર્સનલ બોન્ડ રજૂ કરવાનો રહેશે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
