તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
એ.ડી.સી. બેંક ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ વિજેતા

રાજકોટઃ પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ ખાતે યોજાયેલી એ.ડી.સી.બેંક અન્ડર-૧૯ (વન-ડે)સ્કૂલ ટુર્નામેન્ટમાં અમદાવાદની હીરામણિ સ્કૂલ ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હત. એસ.એમ.વાય.શાહપુર ટયુટોરીયલ હાઇસ્કૂલે ૨૩ ઓવરમાં ૧૦ વિકેટે ૫૧ હતા.જેમાં નીલ પુરાનીએ ૫ ઓવરમાં ૧૨ ટન આપીને ૪ વિકેટ,શિવમ પટેલે ૪ ઓવરમાં ૯ રન આપીને ૩ વિકેટ અને હેમ પ્રજાપતિએ ૬ ઓવરમાં ૧૧ રન આપીને ૨ વિકેટ લીધી હતી હીરામણિ સ્કૂલે ૬.૩ ઓવરમાં ૦ વિકેટ ૫૩ રન કર્યા હતા. જેમાં યક્ષ પટેલે ૨૧ બોલમાં ૨૯ રન અને પરમ પટેલે ૨૧ બોલમાં ૧૮ રન નોટ આઉટ કર્યા હતા. આ મેચમાં હીરામણિ સ્કૂલનો ૧૦ વિકેટથી વિજય થયો હતો. વિજેતાઓને સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીને અભિનંદન આપ્યા હતા.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
