News of Thursday, 23rd July 2026
નવસારીમાં ભારે વરસાદને પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
વિદ્યાર્થીઓના અભ્યાસનું નુકસાન ન થાય તે હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ પોતાની અનુકૂળતા મુજબ ઓનલાઈન માધ્યમથી શિક્ષણકાર્ય ચાલુ રાખી શકશે તેવી છૂટ

નવસારી જિલ્લામાં ચાલી રહેલા અતિભારે વરસાદ અને હવામાન વિભાગની આગામી ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર રીતે આગામી ૨૪ જુલાઈએ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નવસારીની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત કોલેજો, આઈ.ટી.આઈ. અને આંગણવાડીઓમાં સતત ત્રીજા દિવસે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. આ અતિભારે વરસાદી માહોલ વચ્ચે વિદ્યાર્થીઓના અભ્યાસનું નુકસાન ન થાય તે હેતુસર શૈક્ષણિક સંસ્થાઓ પોતાની અનુકૂળતા મુજબ ઓનલાઈન માધ્યમથી શિક્ષણકાર્ય ચાલુ રાખી શકશે તેવી છૂટ આપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વાલીઓને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ભારે વરસાદની સંભાવના છે, જેને લઈને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
