તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ગુજરાતમાં ‘હોમસ્ટે' બિઝનેસ બનશે કમાણીનું નવું એન્જિનઃ હવે ૯ રૂમની મંજૂરી, માલિકે સ્થળ પર રહેવું પણ ફરજિયાત નહીં!
૨ વર્ષની માન્યતા સાથે ઓનલાઇન સેલ્ફ-રિન્યુઅલની સુવિધાથી નાના ઉદ્યોગસાહસિકોને બખ્ખાં: એક જ વર્ષમાં હોમસ્ટેની સંખ્યામાં ૧૦૫% નો તોતિંગ ઉછાળો : રાજ્ય સરકારે હોમસ્ટે નીતિમાં કર્યા ફેરફારોઃ નોંધણી માટે પોલીસ વેરિફિકેશનની ઝંઝટમાંથી મુક્તિ

અમદાવાદ તા.૨૦: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા અને સામાન્ય નાગરિકોને ઘરબેઠા સ્વરોજગારની સુવર્ણ તક પૂરી પાડવા માટે રાજ્ય સરકારે હોમસ્ટે નીતિમાં અત્યાર સુધીના સૌથી મોટા અને રાહતદાયક સુધારા કર્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગે વહીવટી ગૂંચવણો દૂર કરીને હોમસ્ટે શરૂ કરવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દીધી છે. નવા નિયમો મુજબ, હવે સંચાલકો ૬ ને બદલે વધુમાં વધુ ૯ રૂમ સાથે હોમસ્ટે ચલાવી શકશે, જેનાથી તેમની આવકમાં સીધો વધારો થશે. સૌથી મોટી રાહત એ છે કે હવે મિલકતના માલિકે હોમસ્ટેના પરિસરમાં પ્રત્યક્ષ રહેવું ફરજિયાત નથી; તેઓ અન્ય શહેરમાં રહીને પણ અધિકળત મેનેજરની નિમણૂક કરીને પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકશે.
વ્યવસાય શરૂ કરવા માટે અગાઉ નડતી વહીવટી અડચણોને પણ સરકારે જડમૂળથી દૂર કરી છે. હવે હોમસ્ટેની નોંધણી કરાવતી વખતે ફરજિયાત પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી છે, જોકે પ્રવાસીઓની સુરક્ષાના નિયમો યથાવત્ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, હોમસ્ટે રજિસ્ટ્રેશનની માન્યતા ૨ વર્ષની કરવામાં આવી છે અને તેના નવીનીકરણ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાને બદલે ઓનલાઇન સેલ્ફ-રિન્યુઅલની સુવિધા શરૂ કરાઈ છે. રિન્યુઅલ સમયે ફરજિયાત ભૌતિક તપાસ પણ બંધ કરવામાં આવી છે, જેનાથી પારદર્શિતા અને ઝડપ વધશે. આ અંગે લોકોમાં જાગળતિ લાવવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિશેષ વર્કશોપનું પણ આયોજન કરાયું છે, જ્યાં ડિજિટલ માર્કેટિંગ અને યોગ્ય ભાવ નિર્ધારણ અંગે નિષ્ણાતો માર્ગદર્શન આપશે. રાજ્ય સરકારની આ ઉદ્યોગસાહસિકતા તરફી નીતિઓની અસર જમીની સ્તરે સ્પષ્ટ દેખાઈ રહી છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ ૨૦૨૫-૨૬માં ગુજરાતમાં જ્યાં માત્ર ૧૪૮ હોમસ્ટે હતા, તે વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૦૫.૪% ના જંગી ઉછાળા સાથે વધીને ૩૦૪ થઈ ગયા છે. આ વળદ્ધિ માત્ર મિલકત માલિકો પૂરતી સીમિત નથી, પરંતુ તેની સીધી સકારાત્મક અસર ગ્રામ્ય અર્થતંત્ર પર પડી રહી છે. પ્રવાસન સ્થળોની આસપાસ રહેતા પરિવારોની આવક વધવાની સાથે સાથે સ્થાનિક કારીગરો, ગાઈડ, વાહનચાલકો અને પરંપરાગત ભોજન પીરસતા નાના વેપારીઓને પણ મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આમ, ગુજરાતનું પ્રવાસન હવે માત્ર જોવાલાયક સ્થળો પૂરતું ન રહેતા સ્થાનિક સંસ્કળતિ અને મહેમાનગતિના જીવંત અનુભવનું કેન્દ્ર બની રહ્યું છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
