<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ભ્રષ્‍ટાચાર સામે લડવા પ્રામાણિકતા, નૈતિક મૂલ્‍યો મુખ્‍ય આધારસ્‍થંભઃ ips દીપક મેઘાણી

વિશ્વની પ્રથમ નેશનલ સાયન્‍સ ફોરેન્‍સિક યુનિવર્સિટીમાં એસીબીના જોઇન્‍ટ ડાયરેક્‍ટરે પાયાની વાત રજુ કરી : નૈતિક મુલ્‍યોને રોજિંદા જીવનનો હિસ્‍સો બનાવોઃ પ્રો. જૂનેદ

રાજકોટ તા. ૩૧: જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રામાણિકતા અને નૈતિક મૂલ્‍યો જ સૌથી મોટો આધારસ્‍તંભ હોવાનું ગુજરાત એન્‍ટી-કરપ્‍શન બ્‍યુરો (ACB)ના સંયુક્‍ત નિયામક શ્રી દીપક મેઘાણી, IPS એ જણાવ્‍યું હતું. નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ચાલી રહેલા ‘‘સતર્કતા જાગળતિ સપ્તાહ-૨૦૨૬'' અંતર્ગત તા. ૩૦ ઓક્‍ટોબરે ‘‘નૈતિકતા અને ભ્રષ્ટાચાર'' વિષય પર તેઓ મુખ્‍ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા.

શ્રી મેઘાણીએ ભ્રષ્ટાચાર સામેના મહત્‍વપૂર્ણ કાયદાકીય માળખા અને સક્રિય વ્‍યૂહરચનાઓ પર પ્રકાશ પાડ્‍યો હતો અને જાહેર-જીવનમાં નૈતિક આચરણનું મહત્‍વ સમજાવ્‍યું હતું. તેમણે જીવનના તમામ ક્ષેત્રોમાં એક મજબૂત માન્‍યતા ણાલી, સુદૃઢ મૂલ્‍ય વ્‍યવસ્‍થા અને સિદ્ધાંતો પર આધારિત માળખું વિકસાવીને ભારતની ‘‘બ્રાન્‍ડ વેલ્‍યુ''ને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.આ પ્રસંગે ફજ્‍લ્‍શ્‍ ગાંધીનગરના કેમ્‍પસ ડાયરેક્‍ટર અને કાર્યકારી કુલપતિ પ્રો. (ડો.) એસ. ઓ. જુનારેએ ‘‘સતર્કતા જાગળતિ સપ્તાહ-૨૦૨૬''ના મુખ્‍ય વિષય ‘‘સમળદ્ધિ માટે પ્રામાણિકતા''નો ઉલ્લેખ કરીને જણાવ્‍યું હતું કે, પારદર્શિતા અને નૈતિક આચરણને પ્રોત્‍સાહન આપવા યુનિવર્સિટી દૃઢતાપૂર્વક કટિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ‘‘ભ્રષ્ટાચાર-મુક્‍ત ભારત''ના સંકલ્‍પને પૂર્ણ કરવા પ્રામાણિકતા જેવા નૈતિક મૂલ્‍યોને દૈનિક જીવનનો હિસ્‍સો બનાવવા જરૂરી છે. ફજ્‍લ્‍શ્‍ના વિજિલન્‍સ ઓફિસર શ્રીમતી શ્વેતા અરોડાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે, અધ્‍યાપકગણ અને કર્મચારીઓએ રાજભાષા-હિન્‍દીમાં ‘‘પ્રામાણિકતા શપથ'' (ત્‍ઁદ્દફૂશ્વિંશદ્દક્ક ભ્‍શ્રફૂફુફિંૂ) લીધા હતા અને જાહેર જીવનમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને નિષ્ઠા પ્રત્‍યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી

(10:44 AM IST)