News of Thursday, 22nd October 2026
દાહોદ નજીક ક્રૂઝર, ઇકો અને બાઇક વચ્ચે ગમખ્વાર અક્સ્માત: આર્મી જવાન સહિત 3 લોકોના ઘટના સ્થળે મોત
અકસ્માત બાદ બાઇકમાં આગ લાગતા બાઇક બળીને ખાખ: DySP સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી:ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા:મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવાની તજવીજ

દાહોદ-ઝાલોદ બાયપાસ પર ગમખ્વાર અક્સ્માતની ગોઝારી ઘટના બની છે. આ દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાની માહિતી છે. જ્યારે 1 ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, ક્રૂઝર, ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ બાઇકમાં આગ લાગતા બાઇક બળીને ખાખ થયું છે. ઘટનાની જાણ થતાં DySP સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવાની તજવીજ હાથ ધરાઈ છે.
દાહોદ નજીક ઝાલોદ બાયપાસ પર આજે મોડી સાંજે અકસ્માતની ગંભીર ઘટના બની છે. પ્રાપ્ત મહિતી અનુસાર, ક્રૂઝર, ઇકો અને બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત બાદ બાઇકમાં એકાએક આગ લાગી હતી, જેના કારણે બાઇક બળીને ખાખ થઈ. જ્યારે ક્રૂઝર, ઇકોના પણ ફુરચેફુરચા બોલાયા છે. દુર્ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત પોલીસની ટીમ, 108 અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘવાયો છે, જેને સારવાર અર્થે તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાની તજવીજ હાથ ધરી છે. હાલ, મૃતકોની ઓળખ સામે આવી નથી. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે તપાસ આદરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
