News of Tuesday, 10th November 2026
પરપુરુષ સાથે વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપ્યો ને મોડી રાત્રે પત્ની માસૂમ પુત્રી સાથે સણસણાટ ગાયબ
માસુમ બાળકી અને પત્ની અચાનક અદ્રશ્ય થઈ જતાં અપહરણની ભયાનક આશંકા:પરિવારજનોના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરમાં એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સતત મોબાઈલ પર વાત કરતી પત્નીને પતિએ સામાન્ય ઠપકો આપતાં જ ઘરમાં ભયાનક ગૃહકંકાળ સર્જાયો હતો. આ બાબતનો ખાર રાખીને પત્ની પોતાની નાનકડી માસૂમ પુત્રીને સાથે લઈને રહસ્યમય રીતે ઘર છોડીને ગાયબ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સોફિયા સ્કૂલ પાસે રહેતા 45 વર્ષીય રામદાસ રમાભાઇએ પોલીસને કહ્યું છે કે,મારી પત્નીની ઉંમર 25 વર્ષની છે અને અમારે એક ચાર વર્ષીય બાળકી છે.ગઇ તા.19મી ઓક્ટોબરે રાત્રે હું ઘેર આવ્યો ત્યારે પત્નીએ દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ તરત જ તે દોડીને પલંગ સુધી પહોંચી હતી અને મોબાઇલ લઇને કોઇ ચેટ ડિલીટ કરી હતી.
પતિએ કહ્યું છે કે,મેં તેને કોની સાથે વાત કરતી હતી તેમ પૂછતાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બીજા દિવસે હું ડ્રાઇવિંગના કામે અમદાવાદ એરપોર્ટ ગયો હતો. સવારે દસેક વાગ્યે મારી પુત્રીનો ફોન આવતાં મેં આવતાં મોડું થશે તેમ કહ્યું હતું.
બપોરે હું ઓફિસે પહોંચ્યો ત્યારે મારી પત્ની ફોન લેતી નહતી. થોડી વાર બાદ ફોન બંધ આવતો હતો. જેથી ઘેર જઇને તપાસ કરતાં તાળું જોવા મળ્યું હતું. ચાવી લઇને ઘર ખોલતાં મારી પત્ની અને બાળકી બંને ગૂમ જણાયા હતા. અગાઉ મારી પત્નીઆવી રીતે પિયર ચાલી ગઇ હોવાથી મને પિયર ગઇ હોવાની શંકા હતી. જેથી મેં ફોન કર્યો નહતો. પરંતુ ત્યારબાદ મારી સાળીનો ફોન આવતાં ખબર પડી હતી કે પત્ની પિયર પહોંચી જ નથી. જેથી કોઇ અજાણી વ્યક્તિ બંનેનું અપહરણ કરી ગઇ હોવાની આશંકા છે.જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
