News of Sunday, 4th October 2026
હું ક્યારેય કોઈ નિવેદન ફેરવી તોળતો નથી, તેથી માફી માંગવાનો કોઈ સવાલ જ નથી ઉપસ્થિત થતો.'હું ચીલાચાલુ નેતા નથી : બાપુનો જવાબ
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'દુઃખી આદિવાસી ખેડૂતો સાથેના સંવાદમાં મેં જે નિવેદન આપ્યું તેના પર ભાજપના લોકો સમજ્યા વગર મચી પડ્યા છે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસી સમાજની વિરોધ સભા દરમિયાન 'મેલું ઉપાડવા' અંગે આપેલા નિવેદન બાદ રાજ્યભરના સવર્ણ સમાજમાં ઉઠેલા વિરોધ અને આક્રોશ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. વિરોધ કરનારાઓને વળતો જવાબ આપતાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના નિવેદન બદલ માફી માંગશે નહીં.
મેલું ઉપાડવા અંગે આપેલા નિવેદન પર થયેલા વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'દુઃખી આદિવાસી ખેડૂતો સાથેના સંવાદમાં મેં જે નિવેદન આપ્યું તેના પર ભાજપના લોકો સમજ્યા વગર મચી પડ્યા છે. હું ક્યારેય કોઈ નિવેદન ફેરવી તોળતો નથી, તેથી માફી માંગવાનો કોઈ સવાલ જ નથી ઉપસ્થિત થતો.'
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર અનામત વિરોધી છે. મેં જે નિવેદન આપ્યું તે અનામત વિરોધી લોકો માટે હતું. મારો કહેવાનો અર્થ એ હતો કે જે લોકોએ વર્ષો સુધી મેલું ઉપાડ્યું છે તેનું વળતર અનામત છે. મારું નિવેદન ભાજપ માટે હતું અને ભાજપને પેટ ચોળીને દર્દ ઊભું કરવાની ટેવ છે. મારી સામે કોમેન્ટ કરતાં પહેલાં વિચારજો, મારી સામે મજાક ના કરતા… હું ચીલાચાલુ નેતા નથી.'
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
