<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

વડોદરાના નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે IAS અક્ષય બુડાનિયાએ ચાર્જ સંભાળ્યો, બોટાદના DDO તરીકેની કામગીરી બાદ શહેરી વિકાસ વિભાગમાં નિયુક્તિ

ગુજરાત સરકારના મોટા વહીવટી ફેરબદલમાં 2018 બેચના IAS અધિકારીની બદલી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગંગા સિંહના સ્થાને નિમણૂક, સાથે જ પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાનો વધારાનો ચાર્જ પણ સોંપાયો

વડોદરા, તા. 18  : ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા મોટા વહીવટી ફેરબદલના ભાગરૂપે 2018 બેચના IAS અધિકારી  અક્ષય બુડાનિયાએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

 

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, બોટાદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા  અક્ષય બુડાનિયાની બદલી કરીને તેમની સેવાઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. તેઓ  ગંગા સિંહ, IASની જગ્યાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. 

 

આ સાથે જ શ્રી બુડાનિયાને પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. આ જગ્યા અગાઉ સુશ્રી સુરભી ગૌતમ, IAS સંભાળતા હતા. 

 

ઉલ્લેખનીય છે કે  અક્ષય બુડાનિયા 2018 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. અગાઉ તેઓ ગાંધીનગરમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના સ્પેશિયલ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યારબાદ બોટાદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થયા હતા. 

 

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં 72 IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેમાં અનેક જિલ્લા કલેક્ટર, DDO અને મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. બોટાદના DDO તરીકે શ્રી બુડાનિયાની કામગીરી બાદ હવે તેમને વડોદરા જેવા મહાનગરના વહીવટમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 

(4:23 PM IST)