<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અમદાવાદમાં ૩૯.૫૭ કરોડના ગેરકાયદે ફટાકડા જપ્‍ત

વસ્‍ત્રાલ બ્‍લાસ્‍ટ બાદ પોલીસની કાર્યવાહીઃ બેની ધરપકડ

અમદાવાદઃ શહેરના વષાાલ વિસ્‍તારમાં તાજેતરમાં ફટાકડાની ફેક્‍ટરીમાં થયેલા ભયાનક બ્‍લાસ્‍ટ બાદ પોલીસ તંત્ર વધુ સતર્ક બન્‍યું છે. આ જ કાર્યવાહી હેઠળ આજે અમદાવાદ ગ્રામ્‍યની ચાંગોદર પોલીસે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા ફટાકડાના બે ગોડાઉન પર દરોડા પાડી અંદાજે ૩૯.૫૭ કરોડ રૂપિયાના ફટાકડા જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે ગોડાઉનના માલિક અને મેનેજર સહિત બે વ્‍યક્‍તિઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ચાંગોદર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડાસર ગામથી અમથાપુરા જવાના માર્ગ પર આવેલા અંબિકા ટ્રેડલિંક નામના બે ગોડાઉન પર પહોંચી હતી. સામસામે આવેલા બંને ગોડાઉનમાં વિવિધ પ્રકારના નાના અને મોટા કાર્ટનમાં મોટી માત્રામાં ફટાકડાનો જથ્‍થો સંગ્રહિત કરવામાં આવ્‍યો હતો.

પોલીસ તપાસ દરમિયાન ગોડાઉનના પ્રવેશદ્વાર પાસે ફાયર એક્‍સટિંગ્‍વિશર અને રેતી ભરેલી ડોલ જોવા મળી હતી. જોકે ગોડાઉનમાં રહેલા ફટાકડાના વિશાળ જથ્‍થાની સરખામણીએ આ વ્‍યવસ્‍થા પૂરતી નહોતી. ઉપરાંત ગોડાઉનમાં વોટર સ્‍પિં્રકલર સિસ્‍ટમ પણ ઉપલબ્‍ધ નહોતી.

પોલીસે બંને ગોડાઉનમાંથી કુલ ૬૫,૯૫૪ કાર્ટન ફટાકડા જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા ફટાકડાની અંદાજિત બજાર કિંમત ૩૯,૫૭,૯૦,૦૦૦ રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ કેસમાં પોલીસે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી, જે અમદાવાદના સેટેલાઇટ વિસ્‍તારની સત્‍યાગ્રહ સોસાયટીમાં રહે છે, તેમજ ગોડાઉનના મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે

(3:18 PM IST)