<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

મહેસાણા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા

હેરના બગીચાઓની જાળવણી અને કામગીરી માટે ખાનગી એજન્સીઓ નીમવાના બદલે હવે કોર્પોરેશન જાતે જ તમામ કામગીરી સંભાળશે

મહેસાણા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતી કુલ ૧૩ મહત્વની દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક પ્રજાલક્ષી અને નાણાકીય બચત આપતા નિર્ણયો લેવાયા છે. બેઠકમાં કચરાની હાથલારી ખરીદવા માટેની દરખાસ્ત રજૂ કરાઈ હતી, પરંતુ અપેક્ષા કરતાં વધુ ભાવ હોવાના કારણે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરના બગીચાઓની જાળવણી અને કામગીરી માટે ખાનગી એજન્સીઓ નીમવાના બદલે હવે કોર્પોરેશન જાતે જ તમામ કામગીરી સંભાળશે, જેથી તંત્રના નાણાંની બચત થાય અને કામગીરી પર સીધું સુપરવિઝન રાખી શકાય.

(10:41 PM IST)