News of Saturday, 19th September 2026
ગુજરાત બાર. કાઉન્સીલની આજે મહત્વની બેઠકઃ ચેરમેન વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની સાંજ સુધીમાં વરણી
લાંબા સમય બાદ ૨૫ સભ્યોનું કોરમ પુરૂ થશે : કો-ઓપ્ટમાં અગાઉ ચીફ જસ્ટીસ દ્વારા મહિલા જજ મોનાબેન ભટ્ટ અને એડવોકેટ મેઘાબેન જાનીની વરણી કરવામાં આવી હતી

અમદાવાદ, તા.૧૯: સુપ્રિમ કોર્ટના નિર્દેશાનુસાર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ટ્ટ કે દ્વારા ગુજરાત બાર કાઉન્સીલમાં બે મહિલા વકીલ કો-ઓપ્ટ સભ્યોને પ્રસ્તાવ બાદ ગુજરાત બાર કાઉન્સીલમાં હવે ૨૫ સભ્યોનું ફુલ કોરમ્ શકય બન્યું છે. જેને પગલે હવે આજે ગુજરાત બાર કાઉન્સીલની અગત્યની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં બાર કાઉન્સીલના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાશે.
આ સિવાય ગુજરાત બાર, કાઉન્સીલની મહત્ત્વની એવી એક્ઝીકયુટીવ કમીટી, એનરોલમેન્ટ કમીટી, ડિસીપ્લીનરી કમીટી, ફાયનાન્સ કમીટી, રૂલ્સ કમીટી સહિતની કમીટીઓની રચના પણ કરવામાં આવશે તો, આ ૧૫ જેટલી સમિતિઓમાં સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવશે. તદુપરાંત, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં ગુજરાત રાજયના પ્રતિનિધિ ટ્ટ મોકલવા એક સભ્યની વિશેષ નિમણૂંક કરવામાં આવશે. તો રાજયના તમામ વકીલમંડળોની ચૂંટણીઓ માટે ચાર સભ્યોની ઇલેકશન કમીટીની રચના થશે.
ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ગુજરાત બાર કાઉન્સીલમાં બે મહિલા વકીલ કો-ઓપ્ટ સભ્ય તરીકે ગુજરાત હાઇકોર્ટના જ પૂર્વ મહિલા જજ મોના એમ.ભટ્ટ અને સિનિયર મહિલા એડવોકેટ મેઘા જાનીના નામનો પ્રસ્તાવ ગયા મહિને જ મોકલી આપ્યો હતો.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
