<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ગણપત યુનિવર્સિટીમાં અત્‍યાધુનિક કૃષિ ભવનનું ઉદઘાટન

અમદાવાદઃ ગણપત યુનિવર્સિટી ખાતે કાન્‍તાબેન કાશીરામ ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ એગ્રિકલ્‍ચરલ સાયન્‍સિસ એન્‍ડ રિસર્ચ (GUNI-KKIASR)ના અત્‍યાધુનિક ભવનનું લોકાર્પણ ઊંઝાના ધારાસભ્‍યશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં, કરવામાં આવ્‍યું. કળષિ શિક્ષણ, સંશોધન, નવીનતા અને ટકાઉ વિકાસ પ્રત્‍યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતું આ ભવન એક મહત્‍વપૂર્ણ સીમાચિホ છે. ઉત્તર ગુજરાતના અર્થતંત્ર અને ગ્રામીણ આજીવિકામાં કળષિના મહત્‍વને ધ્‍યાનમાં રાખીને આ નવું કળષિ ભવન આબોહવા, કુદરતી સંસાધનો અને કળષિક્ષેત્રના પડકારોનો સામનો કરી શકે તેવા કુશળ વ્‍યાવસાયિકોના ઘડતરમાં યોગદાન આપશે. કુલ ૧૧,૪૫૦ ચોરસ મીટર વિસ્‍તારમાં નિર્મિત આ ભવનના માળખાકીય વિકાસ માટે અમેરિકામાં વસતા ભારતીય દંપતી શ્રી કાશીરામભાઈ અને શ્રીમતી ‘‘કાન્‍તાબેન પટેલે રૂપિયા ૫ કરોડનું ઉદાર દાન આપ્‍યું છે. મુખ્‍ય દાતાશ્રીઓના સન્‍માનમાં સંસ્‍થાને કાન્‍તાબેન કાશીરામ ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ એગ્રિકલ્‍ચરલ સાયન્‍સિસ એન્‍ડ રિસર્ચ'' નામ આપવામાં આવ્‍યું છે. આ પ્રસંગે શ્રી કાશીરામભાઈ પટેલના પુત્ર ડૉ. પરેશ પટેલ અને પુત્રવધૂ ડૉ. રાધા પટેલ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં. જેઓ બન્ને અમેરિકામાં વ્‍યવસાયે તબીબ તરીકે સેવાઓઆપી રહ્યા છે. વધુમાં વિદ્યાર્થીને સંબોધન કરતા ડૉ. પરેશ પટેલે જણાવ્‍યું હતું કે આ નવું ભવન તેમના પિતાનું સ્‍વપ્ન સાકાર કરે છે. નેવું વર્ષની વયે પણ શ્રી કાશીરામભાઈ દાદાની સક્રિયતા, ઉત્‍સાહ અને કાર્યશીલતાની પ્રશંસા કરતાં તેમને યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્‍યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્‍યા હતા.આ પ્રસંગે કોર્પોરેટ અને વિવિધ સામાજિક સંસ્‍થાનાં પ્રતિનિધિઓ, આસપાસના ગામડાંઓના ખેડૂત ભાઈઓ, સંસ્‍થામાંથી ભણીને આગળ નીકળેલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તેમજ અન્‍ય અનેક મેહમાન મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી.

(11:50 AM IST)