<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

પબ્‍લિક ચેરીટી ટ્રસ્‍ટોની ગ્રોસ (કુલ) આવકમાંથી બાદને પાત્ર આવક તેમજ ખર્ચ

સામાન્‍ય રીતે દરેક પબ્‍લિક ચેરિટી ટ્રસ્‍ટોના હિસાબો ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીના બનાવવામાં આવે છે. તે હિસાબો ઉપરથી ચેરિટી ટેક્‍સ (ચેરીટીનો ફાળો)નો સ્‍ટેટમેન્‍ટ ફોર્મ નંબર ૯ ક(૯ c)બનાવતી વખતે અનેક આવક તેમજ ખર્ચ જેની ઉપર ટ્રસ્‍ટના ફાળાને પાત્ર હોતો નથી તેવી આવક અને ખર્ચ મોટા ભાગના ટ્રસ્‍ટોના ટ્રસ્‍ટીઓ દ્વારા બાદને પાત્ર આવક કે ખર્ચનો ખ્‍યાલ હોતો નથી. જેથી તેઓ ચેરિટી ટેક્‍સ(ફાળો) ખૂબ વધારે ભરે છે. તે ભરવાનો હોતો નથી. અનેક પબ્‍લિક ટ્રસ્‍ટીઓને કે સી.એ(C.A.)ને જાણ ન હોવાથી તેઓ ફાળો ન ભરવાને પાત્ર આવક અથવા ખર્ચ પણ ઉમેરી દે છે અને ફાળો ભરાવે છે.

ચેરિટી કમિશનર શ્રી બી. એમ. તળાવિયા એ પ્રસિદ્ધ કરેલ નીચે મુજબની દાનની રકમ એટલે કે આવક તેમજ ટ્રસ્‍ટ દ્વારા કરેલ ખર્ચ ફોર્મ નંબર ૯ ક(૯ c) એ બાદને પાત્ર છે.

સામાન્‍ય રીતે તમામ હિન્‍દુ ધાર્મિક ટ્રસ્‍ટો ને આ કાયદો લાગુ પડે છે. જેની નોંધ લેવી.

આ લિસ્‍ટમાં જૈન ધર્મને લગતી અનેક ધાર્મિક આવકો કે ખર્ચાઓ શ્રી ચેરીટી કમિશનર અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ આવી આવકો તથા ખર્ચા બાદને પાત્ર છે જે મોટા ભાગના ધાર્મિક ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓને ધ્‍યાનમાં હોતી નથી. તેઓ ચેરિટી ફાળો ભરી આપે છે. જો જાહેર ટ્રસ્‍ટો ઉપરોક્‍ત આવક કે ખર્ચા બાદ લે તો ૨% લેખે ચેરિટીની ફાળાની રકમ ભરવાની ઓછી થાય છે અને તે ટ્રસ્‍ટ ફાયદામાં રહે છે.આ માટે ટ્રસ્‍ટોએ જે તે આવક અથવા ખર્ચ કરેલ હોય અથવા કરવાના હોય તે આવક - ખર્ચે ખાતાના જુદા જુદા હેડ નીચે દર્શાવવા જરૂરી છે. તેનું ખાસ ધ્‍યાન રાખવું.

આ સાથ શ્રી ચેરિટી કમિશનરના કચેરી, ગુજરાત રાજ્‍ય, અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થયેલ દાનની રકમ અથવા બાદ આપવા પાત્રની રકમનું લિસ્‍ટ નીચે મુજબ છે.

દાન/ બાદ આપવાને પાત્રઃ

૧. જીર્ણોદ્વાર આવક

૨. સાધારણ ખાતું દાન/ડોનેશન

૩. જીવદયા દાન

૪. સાધુ-સાધ્‍વી એકાઉન્‍ટ

૫. વૈયા વચ દાન

૬. શ્રાવક-શ્રાવિકા એકાઉન્‍ટ

૭. પ્રભાવન ખાતું

૮. ચોથ છાબડો

૯. અગરબતી દાન

૧૦. દાણા-પાણી ખાતૂ જૂહાર

૧૧. ભાથા ખાતું

૧૨. પાઠશાળા ખાતું

૧૩. આયબિલ ખાતું

૧૪. કાયમી પ્રષાલ

૧૫. કાયમી કેસર સુખડ દાન

૧૬. પાંજરાપોળનો નિભાવ

૧૭. ઘીનો ચઢાતી બોલી

૧૮. સ્‍વપ્‍નની બોલી

૧૯. આંગી પૂજા દાન

૨૦. છઠોઅત દાન

૨૧. સાન ક્ષેત્ર

૨૨. ખર્ચની ટીપ

૨૩. ફોટા ખાતે દાન

૨૪. ગુરુદેવ ખાતે

૨૫. ડેડસ્‍ટોક ફંડ ખાતે

૨૬. કુતરાને રોટલા

૨૭. પૂજા ભણવા ખાતે દાન

૨૮. ગૌશાળા/ઢોરને માટે દાન

૨૯. રસોડા ખાતે દાન

૩૦. રોકડ ભેટ / ડોનેશન

૩૧. વસ્‍તુરૂપી ભેટ

૩૨. સાધાર્મિક ભક્‍તિ આવક

૩૩. પંચ ખાતે

૩૪. શુભ પ્રસંગની આવક

૩૫. અધિવેશન ખાતે

૩૬. ચંદીપાઠ ખાતે

૩૭. પરબડી ખાતે

૩૮. જનરલ ફંડ ખાતે (કોપર્સ ફંડ)

૩૯. મહાજન ફંડ ખાતે

૪૦. વરઘોડાની ટીપ

૪૧. ઉકાળેલા પાણી ખાતે

૪૨. કબૂતરાની જુવાર ખાતે

૪૩. આંબેલ ખાતે મળેલ રકમ

૪૪. રતિધર્મી સહાય માટે ભેટ

૪૫. ઉપકરણ ખાતે

૪૬ પાંખી ભેટ

૪૭. ચર્તુમાસ ફાળા ખાતે

૪૮. માનવ રાહત ખાતે

૪૯. જૈનશાળા ખાતે

૫૦. ઉપાશ્રય ખાતે

૫૧. ઉધોગ-મંદિર ખાતે

પર. પોષાની લાણી ખાતે

૫૩. પારણા ખાતે

૫૪. તપસ્‍યા ખાતે

૫૫. ચાંદલા ખાતે

૫૬. વીરકથામ્રુત પુસ્‍તક ખાતે

૫૭. નિભાવફંડ ખાતે

૫૮. પોષતી ખાતે

૫૯. કાયમીગુરૂ મહાજનો આંગી ખાતે

૬૦. કેશર-સુખડ દાનમાં ગણવા

૬૧. લીલ્લાહ

૬૨. રસોઇ

૬૩. ફીતરા દાન

૬૪. ભોગથાળ દાન

૬૫. કંઠી બંધાઇ દાન

૬૬. દેવ-દ્રવ્‍ય દાન

૬૭. પ્રતિષ્ઠા ભેટ

૬૮. આંગીની બોલી

૬૯. વર્ષગાંઠ

૭૦. ઉપજ- ખર્ચ ભેટ

૭૧. દેશવહી ભેટ

૭૨. કાયમી તીથી

૭૩. કાયમી સુદ

૭૪. મહાજનની આંગી

૭૫. શરતી દાન

૭૬. ઇદ્યદાદ

૭૭. જકાત

૭૮. દેરાસર ખાતે

૭૯. જીવ છોડાવવા ખાતે

૮૦. ચૌદ સુમન

૮૧. સ્‍વામી વાત્‍સલ્‍ય (ભગવાનનો જન્‍મદિવસ

ઉજવવા માટેનુ દાન)

૮૨. કેશ એલાઉન્‍સ

(11:16 AM IST)