તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 5th November 2026
વડોદરાના એક નિર્દોષ નાગરિકે વોટ્સએપ પર આવેલી લગ્નની 'મેરેજ ઈન્વિટેશન' ફાઈલ ઓપન કરી એના બરાબર એક સપ્તાહ બાદ કાળમુખા હેકર્સે એવી તો જાળ બિછાવી કે માત્ર ૫ જ મિનિટના ટૂંકા ગાળામાં એક પછી એક ૧૯ ઓટીપી આવ્યા અને બેંક ખાતામાંથી પૂરા રૂા. ૪.૯૧ લાખ ક્ષણવારમાં સેરવાઈ ગયા
મોબાઈલ સ્ક્રીન પર સણસણતા મેસેજોનો તુફાન અને ૫ મિનિટમાં બેંક બેલેન્સ સાફ:મહેનતની કમાણી ક્ષણભરમાં ગાયબ થઈ જતાં પીડિત નાગરિકના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેરમાંથી સાઈબર ક્રાઈમ અને ટેકનોલોજીના માધ્યમથી થતી અદ્રશ્ય લૂંટનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! સાઈબર ઠગોએ હવે લોકોની લાગણીઓ અને લગ્નની કંકોતરીઓના નામે નવો કાળમુખો કીમિયો અપનાવ્યો છે. શહેરના એક રહીશને વોટ્સએપ પર લગ્નનું નિમંત્રણ હોવાનો દાવો કરતી એક અજાણ્યા નંબર પરથી 'APK ફાઈલ' મળી હતી.
તરસાલીની વ્રજધામ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે ગઈ તા 11મી સપ્ટેમ્બરે મારા ઉપર મેરેજ ઈન્વિટેશનની એપીકે ફાઇલ આવી હતી જે મેં ડાઉનલોડ કરતા ફાઈલ ખુલી ન હતી.
ત્યારબાદ ચારેક દિવસ પછી મારા સોસાયટીના મિત્રએ એપીકે ફાઈલ ના નામે ચાલતા ફ્રોડ ની વાત કરતા મેં મારા મોબાઈલ માંથી ફાઈલ ડીલીટ કરી દીધી હતી. ત્યારબાદ તા તા 18 મી એ રાત્રે માત્ર પાંચ મિનિટમાં ઉપરા છાપરી 19 otp આવ્યા હતા. આ પછી આઠ કોલ પણ આવ્યા હતા જેમાં કોઈ મદ્રાસી જેવી વ્યક્તિ વાત કરતી હોય તેમ જણાતું હતું.
નિલેશભાઈ એ કહ્યું છે કે ત્યાર પછી થોડી જ વારમાં મને રૂપિયા કપાવવાના મેસેજ મળવા માંડ્યા હતા અને મારા ખાતામાંથી કુલ રૂ 4.91 લાખ ઉપડી ગયા હતા. સાયબર સેલે આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
