News of Sunday, 15th November 2026
અમદાવાદ ભાજપના ચાંદખેડા વોર્ડમાં આંતરિક વિખવાદ : એસસી મોરચા દ્વારા અલગથી સ્નેહમિલનનું આયોજન
અનુસૂચિત જાતિના નેતાઓની અવગણના અને ભેદભાવ થતો હોવાના આક્ષેપો વચ્ચે અલગથી સ્નેહમિલનનું આયોજન કરાયું

અમદાવાદ ભાજપના ચાંદખેડા વોર્ડમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અનુસૂચિત જાતિના નેતાઓની અવગણના અને ભેદભાવ થતો હોવાના આક્ષેપો વચ્ચે અલગથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ચાંદખેડા વોર્ડ દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન યોજાયું હતું. જોકે, આ સ્નેહમિલનમાં SC મોરચાના નેતાઓનું અપમાન થયું હોવાની હૈયાવરાળ સામે આવી છે. પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચી હોવાના આક્ષેપ સાથે ચાંદખેડા SC મોરચા દ્વારા અલગથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભાજપમાં અનુસૂચિત જાતિના નેતાઓની અવગણનાને લઈને ચર્ચા શરૂ થઈ છે
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
