News of Wednesday, 15th July 2026
રાજપીપલામાં મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં તપાસનો ધમધમાટ
બંને કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવી સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવાયો: પોલીસ અધિક્ષક, PI, SOG સહિતની ટીમોએ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) સાથે મળીને સઘન તપાસ હાથ ધરી

નર્મદા જિલ્લાના રાજપીપલામાં મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. સાવચેતીના ભાગરૂપે બંને કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવી સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.
પોલીસ અધિક્ષક, PI, SOG સહિતની ટીમોએ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) સાથે મળીને સઘન તપાસ હાથ ધરી હતી. લાંબી તપાસ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ધમકીભર્યો મેઈલ કોણે મોકલ્યો તેની તપાસ પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
