<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સુરતમાં ફ્રોઝન ડેઝર્ટ આઇસ્ક્રીમના ઉત્પાદન અને વેચાણનો મુદ્દો ગરમાયો: ધારાસભ્ય કિશોર કાનાણીની ફ્રોઝન ડેઝર્ટના પર પ્રતિબંધ મૂકવાની માગ

તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવને પત્ર લખ્યો: સરકારના ‘ઓપરેશન હેલ્થ’ને આવકારવાની સાથે કાનાણીએ પાંચ સવાલો પણ ઉઠાવ્યા

સુરતમાં ફ્રોઝન ડેઝર્ટ આઇસ્ક્રીમના ઉત્પાદન અને વેચાણનો મુદ્દો ગરમાયો છે. ધારાસભ્ય કિશોર કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. આ મામલે તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવને પત્ર લખ્યો છે. સરકારના ‘ઓપરેશન હેલ્થ’ને આવકારવાની સાથે કાનાણીએ પાંચ સવાલો પણ ઉઠાવ્યા છે. રિયલ આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની માગ કરી છે. તેમણે સવાલ કર્યો કે લગ્નપ્રસંગોમાં પીરસાતા ફ્રોઝન ડેઝર્ટ સામે કેવી રીતે કાર્યવાહી થશે? એનાલોગ પનીર સામે કાર્યવાહી થતી હોય તો ફ્રોઝન ડેઝર્ટ સામે કેમ નહીં? લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં ઉત્પાદનોના વેચાણની છૂટ શા માટે આપવામાં આવે છે, તેવો પણ સવાલ ઉઠાવ્યો છે.

(7:55 PM IST)