<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જેતપુરપાવી ૨.૬૮ , લીમખેડા ૨.૦૯ , સંતરામપુર ૧.૯૩ , ધંધુકા ૧.૭૭, ઠાસરા અને ફતેપુરા ૧.૭૩ , અમીરગઢ ૧.૬૯ અને મહેમદાવાદ ૧.૬૫ ઇંચ

હવામાન ખાતાની આગાહીને ખોટી ઠેરવતા મેઘરાજાઃ રાજ્‍યના ૧૫૫ તાલુકાઓમાં ૧થી ૬૮ મીમી હળવો વરસાદ : ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૬.૧૯ ફૂટ પહોંચીઃ કોઝવેમાંથી ૪૧૦૦૦ ક્‍યુસેક પાણી વહી રહ્યું છેઃ મધુવન ડેમના ૮ દરવાજા ખુલ્‍લા,૩૭,૪૭૬ ક્‍યુસેક પાણી છોડાય છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....)  વાપીઃ રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં ભારેથી અતી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી જાણે ખોટી ઠેરવતા હોય તેમ મેઘરાજા નરમ પડ્‍યાનુ જણાય છે, રાજ્‍ય ના ૧૫૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઈને માત્ર ૬૮ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

બંધો અને જળાશયોની જળસપાટીઓમાં પણ ખાસ્‍સો ફેરફાર થઈ રહ્યો છે, પાણીની આવક ઘટી રહી છે, ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૬ કલાકે ૩૧૬.૧૯ ફૂટે પહોંચી છે, ડેમ માં ૮૦૦ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે એટલુ જ એટલે કે ૮૦૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવેની જાળ સપાટી આજે સવારે ૬ કલાકે ૬.૫૩ મીટરે પહોંચી છે અને અહીં થી હજુ ૪૧,૧૨૩ ક્‍યુસેક પાણી વહી રહ્યુ છે.

દમણગંગા ના મધુવન ડેમની જળ સપાટી આજે સવારે ૭. કલાકે ૭૨.૩૦ મીટર ઉપર પહોંચી છે ડેમ માં ૨૩,૧૯૩ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૮ દરવાજા ૧.૨૦ મીટર ખોલીને ૩૭,૪૭૬ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍ય વધુ વરસાદ જેતપુરપાવી ૨.૬૮ ઇંચ, લીમખેડા ૨.૦૯ ઇંચ, સંતરામપુર ૧.૯૩ ઇંચ, ધંધુકા ૧.૭૭ ઇંચ, ઠાસરા અને ફતેપુરા ૧.૭૩ ઇંચ, અમીરગઢ ૧.૬૯ ઇંચ અને મહેમદાવાદ ૧.૬૫ ઇંચ નોંધાયો છે, આવો આપણે જોઈએ રાજ્‍યમાં છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડા

ગુજરાતમાં છેલ્‍લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલ તાલુકાવાર વરસાદ, સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્‍લાના જેતપુર પાવી તાલુકામાં ૬૮ મી.મી. (૨.૬૮ ઇંચ) નોંધાયો હતો.

તે પછી દાહોદ જિલ્‍લાના લીમખેડા તાલુકામાં ૫૩ મી.મી. (૨.૦૯ ઇંચ), મહિસાગર જિલ્‍લાના સંતરામપુર તાલુકામાં ૪૯ મી.મી. (૧.૯૩ ઇંચ), અમદાવાદ જિલ્‍લાના ધંધુકા તાલુકામાં ૪૫ મી.મી. (૧.૭૭ ઇંચ), ખેડા જિલ્‍લાના ઠાસરા અને દાહોદ જિલ્‍લાના ફતેપુરા તાલુકામાં ૪૪-૪૪ મી.મી. (૧.૭૩ ઇંચ) તથા બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ૪૩ મી.મી. (૧.૬૯ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ખેડાના મહેમદાવાદમાં ૪૨ મી.મી. (૧.૬૫ ઇંચ), અમદાવાદના દસ્‍ક્રોઈમાં ૩૯ મી.મી. (૧.૫૪ ઇંચ), બનાસકાંઠાના પાલનપુરમાં ૩૮ મી.મી. (૧.૫૦ ઇંચ) તેમજ અમદાવાદના ધોળકા અને મહિસાગરના કડાણા તાલુકામાં ૩૭-૩૭ મી.મી. (૧.૪૬ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

ખેડાના કઠલાલમાં ૩૬ મી.મી. (૧.૪૨ ઇંચ), અમદાવાદના ધોલેરા અને પંચમહાલના કાલોલમાં ૩૫-૩૫ મી.મી. (૧.૩૮ ઇંચ), વલસાડના કપરાડામાં ૩૩ મી.મી. (૧.૩૦ ઇંચ) તથા સુરેન્‍દ્રનગરના ચુડા અને આણંદના ખંભાતમાં ૩૨-૩૨ મી.મી. (૧.૨૬ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

વધુમાં છોટાઉદેપુરમાં ૩૦ મી.મી. (૧.૧૮ ઇંચ), આણંદના અંકલાવ અને વલસાડના કપરાડામાં ૨૮-૨૮ મી.મી. (૧.૧૦ ઇંચ), નવસારી, અરવલ્‍લીના બાયડ અને સથાંબામાં ૨૭-૨૭ મી.મી. (૧.૦૬ ઇંચ) તથા પંચમહાલના ઘોઘંબામાં ૨૬ મી.મી. (૧.૦૨ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

ડાંગના આહવા અને વઘઈમાં ૨૫-૨૫ મી.મી. (૦.૯૮ ઇંચ), બનાસકાંઠાના દિયોદર, પંચમહાલના જામબુઘોડા અને છોટાઉદેપુરના કવાંટમાં ૨૪-૨૪ મી.મી. (૦.૯૪ ઇંચ) તેમજ ખેડાના નડિયાદ, દાહોદના સાંજેલી અને નર્મદાના તિલકવાડામાં ૨૩-૨૩ મી.મી. (૦.૯૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

રાજ્‍યના અન્‍ય ૬૨ તાલુકા ઓ માં ૧ મી.મી થી ૧૪ મીમી વચ્‍ચે નો હળવાથી મધ્‍યમ વરસાદ નોંધાતા વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

 

(3:29 PM IST)