તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 10th July 2026
ગુજરાત કોમ્પોઝિટ ટેકનિકલ રેજિમેન્ટ, એનસીસી, વડોદરા દ્વારા રાજપીપળા ખાતે સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર શરૂ
દસ દિવસીય શિબિરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કુલ ૪૭૨ સિનિયર ડિવિઝન (SD), સિનિયર વિંગ (SW), જુનિયર ડિવિઝન (JD) તથા જુનિયર વિંગ (JW) એનસીસી કેડેટ્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે

(ભરત શાહ દ્વારા )નર્મદા: ગુજરાત કોમ્પોઝિટ ટેકનિકલ રેજિમેન્ટ, એનસીસી, વડોદરા દ્વારા ૯ જુલાઈથી ૧૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન એનસીસી એકેડેમી, રાજપીપળા ખાતે Combined Annual Training Camp – CATCનું આયોજન કરવામાં આવ્યું છે. આ દસ દિવસીય શિબિરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કુલ ૪૭૨ સિનિયર ડિવિઝન (SD), સિનિયર વિંગ (SW), જુનિયર ડિવિઝન (JD) તથા જુનિયર વિંગ (JW) એનસીસી કેડેટ્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
શિબિરનો મુખ્ય હેતુ કેડેટ્સમાં શિસ્ત, નેતૃત્વ, ચારિત્ર્ય નિર્માણ, આત્મવિશ્વાસ, સાથીભાવ અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસાવવાનો છે. શિબિર દરમિયાન કેડેટ્સને ડ્રિલ, શસ્ત્ર તાલીમ, ફાયરિંગ, શારીરિક તાલીમ, નકશા વાંચન (Map Reading), ફિલ્ડ ક્રાફ્ટ અને બેટલ ક્રાફ્ટ, અવરોધ તાલીમ (Obstacle Training), યોગ તથા વ્યક્તિત્વ વિકાસ અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે.
આધુનિક ટેક્નોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે શિબિરમાં ડ્રોન તાલીમ તેમજ સાયબર સુરક્ષા જાગૃતિ સત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડ્રોન તાલીમ અંતર્ગત કેડેટ્સને માનવરહિત હવાઈ પ્રણાલીઓ (UAS), તેના સુરક્ષિત સંચાલન, સર્વેલન્સ, આપત્તિ વ્યવસ્થાપન અને સંરક્ષણ ક્ષેત્રમાં તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાયબર સુરક્ષા સત્રોમાં ડિજિટલ સુરક્ષા, સાયબર જોખમો, સાયબર હાઇજીન, ડેટા સુરક્ષા, સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ તથા રાષ્ટ્રીય સુરક્ષામાં સાયબર જાગૃતિના મહત્વ વિશે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. આ શિબિરનો સમાપન સમારોહ દરમીયાન ઇનામ વિતરણ તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેડેટ્સનું સન્માન કરવા માં આવશે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
