News of Friday, 15th May 2026
રાજપીપળા BSNL ઓફિસમાં કામ કરતા જુનિયર ટેલીકોમ ઓફીસર પર હુમલો કરનાર સામે એટ્રોસિટી દાખલ

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી BSNL ઓફિસના જુનિયર ટેલિકોમ ઓફિસર ઉપર હુમલો કરનાર વ્યક્તિ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે.
રાજપીપલા રાધાસ્વામી કમ્પાઉન્ડ, હરસિધ્ધિ મંદિર સામે આવેલ BSNL ઓફીસ ખાતે અલ્પેશભાઇ અરવિંદભાઇ પાદરીયા(રહે. વડોદરા )એ વિવેકકુમાર ચરણસિંહ જયંત (જાટવ) (અનુસુચીત જાતી) (BSNLમાં જુનિયર ટેલીકોમ ઓફીસ અનુસુચીત જાતીના હોવાનુ અને BSNLમાં જુનિયર ટેલીકોમ ઓફીસર (સબડિવિઝનલ ઓફિસર) તરીકેના હોદ્દા ઉપર રાજ્યસેવક હોવાનુ જાણવા છતા તેમની ઓફીશમાં ફરજ ઉપર હાજર હતા તે વખતે જોર-જોરથી બોલી, તમે આ ઓફીશમાંથી મારા ધ્વારા ચલાવવામાં આવતુ ખાનગી ઈન્ટરનેટ કેમ બંધ કરાવેલ છે, એક વખત મારી ખાનગી ઈન્ટરનેટ સીસ્ટમ કાઢી લવ પછી તને બતાવુ છુ તેવી ગુનાહીત ધમકી આપી જતા રહી ફરીવાર તેમની ઓફિસમાં આવી મારા ધ્વારા ચલાવવામાં આવતુ ખાનગી ઈન્ટરનેટ સીસ્ટમ તે કેમ બંધ કરાવ્યુ તેમ કહી ટેબલ ઉપર પડેલ સીરામીક કપ એક હાથથી ઉપાડી બીજા હાથે ફરીયાદીના માથાના વાળ પકડી ફરીયાદીને માથાના વચ્ચેના ભાગે સીરામીક કપ મારી ઈજા પહોંચાડી ફરીયાદીના વાળ પકડી ઝપાઝપી કરી ઝપાઝપી દરમિયાન ફરીયાદીને ડાબા પગના પંજાના તળીયાના ભાગે સીરામિક કપનો તુટેલો ટુકડો વગાડી ઈજા પહોંચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
