News of Tuesday, 5th May 2026
પરીક્ષામાં ઓછા ટકા આવતા અમદાવાદના નારોલમાં રહેતી ધોરણ 12ની છાત્રા કાજલ પાલે વ્હાલું કર્યું મોત
સામાન્ય પ્રવાહમાં અપેક્ષા મુજબ 44 ટકા ન આવતા નારાજ થઈને ગળેફાંસો ખાતા પરિવારમાં કરુણ કલ્પાંત

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અભ્યાસ અને પરિણામના દબાણે વધુ એક તેજસ્વી જીવનનો અંત આણ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ અપેક્ષા મુજબના ટકા ન આવતા એક વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું છે.
વિગતો મુજબ, નારોલ વિસ્તારમાં રહેતી કાજલ પાલ નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કાજલ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બેઠી હતી. પરિણામ જાહેર થતા તેને 44 ટકા પ્રાપ્ત થયા હતા. કાજલને તેના અભ્યાસમાં વધુ ઉંચી અપેક્ષાઓ હતી, પરંતુ ધાર્યા મુજબનું પરિણામ ન આવતા તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હોવાનું મનાઈ રહ્યું છે
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા નારોલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની ઉંમરે વિદ્યાર્થિનીએ ભરેલા આ પગલાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મનોચિકિત્સકો અને શિક્ષણવિદો ફરી એકવાર વાલીઓને અપીલ કરી રહ્યા છે કે બાળકો પર પરિણામનું દબાણ ન લાવે અને તેમને હિંમત આપે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
