<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

યુવાનોને રાષ્ટ્ર નિર્માણના તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ માટે તૈયાર કરવા પડશે :પીએમ મોદીએ અમદાવાદ ખાતે રામકૃષ્ણ મઠ આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ રામકૃષ્ણ મઠના ભોજનાલય, સંતઆવાસ તેમજ પ્રાર્થનાખંડનું ઉદ્ઘાટન કર્યું:પીએમ મોદીએ કહ્યું -અમારો સંકલ્પ એક લાખ તેજસ્વી અને ઊર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાનો છે, જે 21મી સદીના ભારતીય રાજકારણનો નવો ચહેરો બનશે, દેશનું ભવિષ્ય બનશે:મુખ્યમંત્રીએ કહ્યું -સ્વામી વિવેકાનંદજીનો ગુજરાત સાથે અનન્ય નાતો છે: રાજ્યમાં ૧00 કરોડથી વધુના ખર્ચે સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટનો વિકાસ થશે: સ્વામી વિવેકાનંદજી ભારતના આધ્યાત્મિક વારસાના સંદેશાવાહક:રામકૃષ્ણ મિશન તેમજ રામકૃષ્ણ મઠ બેલુરના અધ્યક્ષ સ્વામી શ્રી ગૌતમાનંદજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ10:44 PM IST

પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ , નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ - ગેરરીતિ જોવા મળતા PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ : પાટણની હિર હોસ્પિટલમાં 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું : ફરજરત ડૉ. હિરેન પટેલને યોજના અંતર્ગત સસ્પેન્ડ : હેલ્થ સ્પ્રિંગ ૨૪ પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા : હોસ્પિટલમાં રૂ. 50,27,700 ની રીકવરી અને પેનલ્ટી3:33 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સંપન્ન : નાણાં-આરોગ્ય-ઉદ્યોગ-કૃષિ-શિક્ષણ મંત્રીઓની ઉપસ્થિતિ: GRIT રાજ્ય સરકારની થીંક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરશે:નિતિ આયોગ દ્વારા સૂચિત ગ્રોથ હબ મોડેલને પ્રદેશ પ્રમાણે ક્રમશઃ વિસ્તૃત કરવાની ઈન્સ્ટીટ્યુશનલાઈઝ્ડ વ્યવસ્થા માટે GRIT મદદરૂપ થશે: રાજ્ય-કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની સોશિયલ ઇમ્પેક્ટ ડેટા એનાલિસિસથી કરવા GRITને મુખ્યમંત્રીનું અધ્યક્ષીય સૂચન IIM-Aની જ્ઞાન કૌશલ્ય તજજ્ઞતા અને નેટવર્ક નો લાભ મેળવવા GRIT અને IIM વચ્ચે MOU થયા10:46 PM IST

રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો : ‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ કરવામાં આવશે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય:છેલ્લા પાંચ વર્ષમાં બે કે તેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને એક કે તેથી વધુ નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ: મેન્ટર પ્રોજેકટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સને દરેક જીલ્લાઓમાં અસરકારક તાલીમ અપાઇ: આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે સતત વોચ રાખવી અને આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવાની મેન્ટરની મુખ્ય જવાબદારી10:39 PM IST

BAPSના ૧ લાખ નિઃસ્‍વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ : બી.એ.પી.એસ. ની કાર્યકર શક્‍તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ.ના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે.. : નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા વીડિયો સંદેશ પાઠવવામાં આવ્‍યો : સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર એક લાખ જેટલાં પ્રિ - પ્રોગ્રામ્‍મડ્‍ રિસ્‍ટ બેન્‍ડસ, ૨૦૦૦ જેટલાં પર્ફોર્મર્સ દ્વારા પ્રસ્‍તુતિઓ, વીડિયો, સંબોધનોના અનોખા સમન્‍વય ધરાવતા દિલધડક કાર્યક્રમ નિહાળી સૌ ઝૂમી ઉઠયા : સમૂહ આરતીના દૈદીપ્‍યમાન અર્ઘ્‍ય દરમિયાન સર્જાયા અદ્દભુત દૃશ્‍યો : આજે અહીં પ્રમુખ સ્‍વામી મહારાજના આશીર્વાદથી સર્વત્ર વિજય છે. પ્રમુખસ્‍વામી મહારાજે અનેક પરિસ્‍થિતિઓમાં મને કહ્યું છે કે ભગવાન બધું સારું કરશે અને તે બળ હંમેશા મારી સાથે રહ્યું છે : અમિતભાઈ શાહ : સમગ્ર વિશ્વમાં ભગવાન સ્‍વામિનારાયણના કાર્યો તેમજ સનાતન હિન્‍દુ ધર્મના પ્રચારનું ભગીરથ કાર્ય આ બીએપીએસ સંસ્‍થા કરી રહી છે : ભુપેન્‍દ્રભાઈ પટેલ3:43 PM IST

નવી જંત્રી સામે બિલ્‍ડરોનો જંગઃ પ હજાર લોકોની મૌન રેલી : કલેકટર કચેરીમાં બિલ્‍ડરો-બાંધકામ ઉદ્યોગ-કોન્‍ટ્રાકટરો-મજૂરો ઉમટી પડયાઃ કલેકટરને ર૦ મુદાઓ અંગે વિસ્‍તૃત દેખાવોઃ મૌન દેખાવો...: શ્રોફ રોડ-બહુમાળી પાસે ટ્રાફીક જામઃ જંત્રીની અમલવારી અંગે ૩૧-૩-ર૦રપનો સમય આપવા ખાસ માંગણી કરાઇ... : કોર્પોરેશન-રૂડા-સ્‍ટેમ્‍પ ડયુટી-સબ રજીસ્‍ટ્રાર કચેરી-પ્રાંત કચેરીઓ-મામલદાર કચેરીઓમાં પડતી મુશ્‍કેલીઓની મુદાસર રજૂ કરાઇઃ બીનખેતીમાં માત્ર રાજકોટ જીલ્લો વાંધા-વચકા કાઢતો હોવાના આક્ષેપો : હજારો-લાખો લોકોની રોજીનો સવાલઃ પ્રજા ઉપર મોટો ડામ આવશે જંત્રીમાં ર૦૦થી ર હજાર ટકાનો વધારો અસહ્ય2:40 PM IST

બાન લેબ પરિવારમાં શ્રીનાથદ્વારાની ધ્‍વજા આરોહણના ‘શાહી' મહોત્‍સવ બાદ લગ્નોત્‍સવ ઉજવાશે : ઉકાણી પરિવારની લાડલી રાધા અને ફીલ્‍ડમાર્શલ ગ્રુપના રીશીના લગ્ન : શ્રીનાથદ્વારા ધ્‍વજાજીની પધરામણી બાદ ઉકાણી પરિવારમાં લગ્નોત્‍સવ યોજાશે રાજકોટમાં રીંગ સેરેમની સહીતના પ્રસંગો : બાન-ઉકાણી પરિવારના લગ્નોત્‍સવમાં દેશભરના દિગ્‍ગજ રાજકીય નેતાઓ, સામાજીક આગેવાનોને આમંત્રણ : દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીને ત્‍યાં ‘હરખ ના તેડા' દેશ-વિદેશના મહેમાનો લગ્નોત્‍સવ માણશે : ઇશ્વરીયા દ્વારકાધીશ ફાર્મ ખાતે વૃંદાવન ધામમાં ‘મનોરથ'માં જાહેર જનતાને આમંત્રણ : શાહી લગ્નોત્‍સવ પૂર્વે ત્રણ દિવસનો દિવ્‍ય-ભવ્‍ય-નવ્‍ય મનોરથ મહોત્‍સવનું ઉકાણી પરિવાર દ્વારા આયોજન3:29 PM IST