<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

કરીમે મહિલાઓના ન્‍યૂડ વીડિયો બનાવી ઊંચી કિંમતે વેંચ્‍યાની આશંકા

આદિત્‍ય પટેલની બનાવટી ઓળખથી ૧૦૦ મહિલાઓને ફસાવી : કરીમ મેટ્રિમોનિયલ એ એપમાં જ કલાકો સુધી વ્‍યસ્‍ત રહેતો, મહિલાઓને ફસાવતોઃ જીવનસાથી સાઇટ પાસેથી ડેટા મંગાવાયા

અમદાવાદ,તા.૧૬: કડીમાં રહેતા કરીમ સિપાઈએ મેટ્રિમોનિયલ સાઈટ પર આદિત્‍ય પટેલની બનાવટી પ્રોફાઈલ બનાવીને વિધવા અને ત્‍યક્‍તા મહિલાઓને ફસાવીને તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપ્‍યા બાદ વાંધાજનક સ્‍થિતિમાં વિડિયો કોલ કરીને સ્‍ક્રીન રેકોર્ડ કરવાના મામલે મહિલા ક્રાઈમબ્રાંચ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોપી કરીમ આ વિડિયોને એડલ્‍ટ વેબસાઈટને ઊંચી કિમતે વેચાણ કરતો હોવાની આશંકા પણ વ્‍યક્‍ત કરવામાં આવી છે. એટલું જ તેણે ૧૦૦થી વધુ મહિલાઓ-યુવતીઓને ફસાવી હોવાની હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આ કેસમાં તમામ પાસાઓને ધ્‍યાનમાં રાખીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

કડીના સરઘાતાની ઘાટીમાં રહેતા કરીમ સિપાઈએ જીવનસાથી મેટ્રિમોનિયલ પર આદિત્‍ય પટેલના નામની પ્‍લાસ્‍ટિકના મટીરીયલના મોટા વેપારી તરીકે ઓળખ સાથેની પ્રોફાઈલ બનાવીને વિધવા અને ત્‍યક્‍તા મહિલાઓ સાથે સંબંધ કેળવીને લગ્ન કરવાનું કહીને તેની સાથે આપત્તિજનક સ્‍થિતિમાં વિડીયો કોલ કરીને સ્‍ક્રીન રેકોર્ડ કરી હતી. પોલીસને કરીમના મોબાઈલ ફોનમાંથી આઠ હજારથી વધારે ફોટો વિડીયો મળી આવ્‍યા હતા. જેમાં આઠ જેટલી મહિલાઓના નામના ફોલ્‍ડરમાં તે મહિલાઓના કેટલાંક ન્‍યૂડ રેકોર્ડેડ વિડીયો કોલ હતા. તેમજ તેણે ચોક્કસ ઇરાદા સાથે આદિત્‍ય પટેલના નામના ડોક્‍યુમેન્‍ટ અને તેની પત્‍નીના મરણનું સર્ટીફિકેટ પણ બનાવ્‍યું હતું. કરીમ સિપાઈએ બનાવટી પ્રોફાઇલ દ્વારા અનેક મહિલાઓને છેતરી હોવાની આશંકા છે એમ જણાવતા આ કેસની તપાસ કરી રહેલા મહિલા ક્રાઈમબ્રાંચનાં એસીપી હિમાલા જોષીએ ઉમેર્યું કે જીવનસાથી મેટ્રિમોનિયલ પાસેથી કરીમની પ્રોફાઇલની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં તેણે કોની કોની પ્રોફાઈલમાં મહિલાઓ કે યુવતીઓ સાથે વાતચીત કરી હતી? તેમજ આરોપીની કોલ ડિટેઈલ અને સોશિયલ મીડિયા દ્વારા કરેલા કોલ કે ચેટની હિસ્‍ટ્રી રીકવર કરવામાં આવશે. સાથે તેના મોબાઈલમાં ફોનમાંથી મળી આવેલા વાંધાજનક વિડીયોકોલના સ્‍ક્રીન રેકોર્ડિગના વીડિયોને તે એડલ્‍ટ વેબસાઇટમાં વેચાણ કરતો હોવાની શક્‍યતા પણ હાલ નકારી શકાય તેમ નથી અને મોટું કૌભાંડ હોવાની આશંકા છે.

 જેથી પોલીસ આ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. ખાસ કરીને તેના મોબાઈલના ડેટા રીકવર કરવાની સાથે તેનાસોશિયલ મીડિયા પ્‍લેટફોર્મના ડેટા પણ એનાલિસિસ કરવામાં આવશે. 

(10:24 AM IST)