News of Wednesday, 22nd April 2026
સુરતના પુણા વિસ્તારમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી યુવતીને ફસાવી :કેરળના વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ગુજાર્યું દુષ્કર્મ
પુણા પોલીસે હિશામ મુનીર અબ્દુલ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી

સુરતના પુણા વિસ્તારમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી યુવતીઓને ફસાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પબજી ગેમ રમતી વખતે સંપર્કમાં આવેલા કેરળના એક વિધર્મી યુવકે સુરતની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી પબજી ગેમ રમતી હતી તે દરમિયાન તેનો પરિચય કેરળના હિશામ મુનીર અબ્દુલ નામના યુવક સાથે થયો હતો. આ ઓનલાઇન મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. આરોપી હિશામ મુનીરે યુવતીને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા યુવતીએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પુણા પોલીસે હિશામ મુનીર અબ્દુલ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર અજાણ્યા વ્યક્તિઓ સાથે વધતી મૈત્રી કેવી રીતે જોખમી બની શકે છે, તેનો આ વધુ એક જીવંત કિસ્સો છે. પોલીસ હાલ આ મામલે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
