<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

બનાસકાંઠાના જોડનાપુરામાં કિસાન અધિકાર મહારેલી: ખેડૂતોની રિ-સરવે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત

બનાસ નદીને મુખ્ય કેનાલ સાથે જોડવાની તેમજ ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરવામાં આવી

બનાસકાંઠાના જોડનાપુરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કિસાન અધિકાર મહારેલી યોજાઈ હતી. રિ-સરવે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતોએ રજૂઆત કરી હતી. ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ અને બટાકાની સબસિડીના મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બનાસ નદીને મુખ્ય કેનાલ સાથે જોડવાની તેમજ ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરવામાં આવી હતી.

(7:11 PM IST)