News of Friday, 29th May 2026
ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કિસાન કોંગ્રેસ સરકાર સામે મેદાને : 15 જૂને ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરની રેલી સાથે પહોચવાનું એલાન
30મી મેના રોજ સુરેન્દ્રનગરમાં ખેડૂતો ટ્રેક્ટર સાથે પહોચી આંદોલનની શરૂઆત કરશે: 12 જૂને અલગ અલગ જિલ્લાના ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પાસે પહોંચશે: જમીન માપણી, ટેકાના ભાવ, ખેડૂત દેવા માફી અને મફત વીજળી સહિતના મુદ્દે આંદોલન

અમદાવાદ : ગુજરાતમાં ભાજપની સરકારમાં ખેડૂતો હેરાન પરેશાન થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસની કિસાન સેલે કર્યો છે. ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ કિસાન કોંગ્રેસ આંદોલન કરશે. 15 જૂને ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરની રેલી સાથે પહોચવાનું એલાન કરાયું છે. આવતીકાલ, 30મી મેના રોજ સુરેન્દ્રનગરમાં ખેડૂતો ટ્રેક્ટર સાથે પહોચી આંદોલનની શરૂઆત કરશે. ત્યારબાદ 12 જૂને અલગ અલગ જિલ્લાના ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પાસે પહોંચશે. જમીન માપણી, ટેકાના ભાવ, ખેડૂત દેવા માફી અને મફત વીજળી સહિતના મુદ્દે ખેડૂતો આંદોલન કરશે કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ આંદોલન ચલાવશે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
