<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રેન્‍ટ એકટ બિલના વિરોધમાં વકીલોમાં આજે અમદાવાદમાં વકીલોની સજ્જડ હડતાલ રોષ ભભુકિયોઃ બિલ પાછું ખેંચવાની માંગણી સાથે રાજ્‍યભરમાં શનિવારે કોર્ટ કાર્યવાહીનો બહિષ્‍કાર

રાજ્‍ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ગુજરાત ભાડા વિધયક-૨૦૨૬ના વિરોધમાં આજે અમદાવાદની તમામ કોર્ટોમાં વકીલોએ જડબેસલાક હડતાલ પાડી હતી. ત્રણ દિવસની હડતાળના એલાનમાં આજે હડતાળનો પહેલો દિવસ હતો. જે સજ્જડ અને સફળ રહી હતી. ભદ્ર સીટી સિવિલ એન્‍ડ સેન્‍સ કોર્ટ, ઘી કાંટા, ફોજદારી કોર્ટ, અમદાવાદ ગ્રામ્‍ય કોર્ટ, સ્‍મોલ કોઝ કોર્ટ, ગુજરાત રેવન્‍યુ ટ્રિબ્‍યુનલ, બોર્ડ ઓફ નોમીમીઝ કોર્ટ સહિતની અમદાવાદની તમામ કોર્ટોમાં વકીલોએ કોર્ટ કામગીરીનો બહિષ્‍કાર કર્યો હતો. જેને લઈ વકીલો કોર્ટ પરિસરમાં કે કોર્ટ રૂમમાં પ્રવેશ જ કર્યો ન હતો. હડતાળના કારણે અમદાવાદની કોર્ટો સૂમસામ અને વકીલો પક્ષકારોથી વિહીન નિર્જન દેખાતી હતી. વકીલોની આજની હડતાળના કારણે આજે હજારો કેસોમાં મુદત પડી ગઈ હતી. કોર્ટ કામગીરી પણ ઠપ્‍પ રહી હતી.

રેન્‍ટ એક્‍ટ ના કાયદામાં સરકારે કલેક્‍ટર અને મ્‍યુનિસિપલ કમિશનરને આપેલ સત્તાના સંદર્ભે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા એક ઠરાવ પસાર કરીને આગામી શનિવારે એક દિવસની પ્રતિક હડતાલ  પાડીને વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો છે રેન્‍ટ એકટ બીલ ૨૦૦૦ ૨૬ ના વિરોધમાં વકીલોએ ભારે રોષ વ્‍યક્‍ત કર્યો છે ને આ બિલને પાછુ ખેંચવાની જાહેરાત કરી ઠેર ઠેર હડતાલના નિર્ણયો લેવાયા છે.

સમગ્ર રાજ્‍યભરમાં આ બિલ નો વિરોધ થઈ રહ્યો છે સરકાર દ્વારા જો આ પાછું ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરી વકીલો દ્વારા ભારે વિરોધ પ્રગટ કરવામાં આવશે

રાજકોટ બાર એશોસીએશન આ ઠરાવથી ઠરાવે છે કે, ગુજરાત સરકાર દવારા રેન્‍ટ એકટ ૨૦૨૬ માં કોર્ટ ની સતા મયુનીસીપલ કમીશ્નર તથા ડેપ્‍યુટી કલેક્‍ટરને આપવાની કરવામા આવેલ જોગવાઈઓથી પક્ષકારો તથા વકીલો ને ખુબજ તકલીફ પડે તેવા સંજોગો ઉપસ્‍થીત થાય તેમ હોય આ જોગવાઈઓ ને કાયદા માથી દુર કરવી જરૂરી છે જેથી ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ની જોગવાઈઓ નો વિરોધ દર્શાવવા તેમજ તેમા જરૂરી સુધારા કરવા માટે રાજકોટ શહેરમા આવેલ તમામ કોર્ટોમાં એક દિવસની પ્રતિક હડતાલ તારીખ-૩/૧૦/૨૦૨૬ ના શનીવારના રોજ રાખવાનું ઠરાવવામા આવે છે 

શનિવારે અરજન્‍ટ કાર્યવાહી સિવાય ની તમામ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું ઠરાવવામા આવે છે. તેમજ કોઈપણ પક્ષકારને નુકશાન ન જાય તે હેતુથી પક્ષકારો તેમજ વકીલશ્રીઓની ગેરહાજરીમાં પક્ષકારોને નુકશાન થાય તેવા કોઈ હુકમો ન ફરમાવવા તેમજ કેસોમા યથાવત સ્‍થીતી જાળવી રાખવા રાજકોટ શહેરમાં આવેલ તમામ કોર્ટના જજશ્રીઓને વિનંતી કરવામા આવે છે. કેમ રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલની યાદીમાં જણાવ્‍યું છે.

ગુજરાત ભાડા વિવેચક અધિનિયમ વિધેયક

વકીલોનું આંદોલન હવે રાજયવ્‍યાપી

બીજીબાજુ, હવે અમદાવાદ સિવાય સુરત, રાજકોટ, ગોધરા, વડોદરા, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, નર્મદા, બનાસકાંઠા, પાલનપુર સહિતના જિલ્‍લા-તાલુકાની તમામ કોર્ટોમાં કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે અને ગુજરાત ભાડા વિધેયક અધિનિયમના વિરોધના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. જેને પગલે હવે વકીલોની હડતાળનું આ આંદોલન રાજયવ્‍યાપી બની ગયું છે. હવે આવતીકાલે અમદાવાદ સહિત રાજયની લગબગ તમામ કોર્ટોમાં વકીલોની હડતાળઅને કોર્ટ કામગીરી ઠપ્‍પ રહેવાનું વાતાવરણ બન્‍યું છે. આગામી દિવસોમાં વકીલોનું આંદોલન અને લડત વધુ ઉગ્ર બને તેવી શકયતા પણ પ્રવર્તી રહી છે.

વકીલોએ ભારે સૂત્રોચ્‍ચાર અને બેનરો

સાથે ઉગ્ર વિરોધ વ્‍યકત કર્યો

આજની હડતાળ દરમ્‍યાન વકીલોએ કોર્ટોના ઝાંપા આગળ ઉભા રહીને ધરણાં, સૂત્રોચ્‍ચાર અને બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. જેમાં વકીલોએ મૂળ રેન્‍ટ એકટ-૧૯૪૭ લાગુ કરો, નવો કાયદો લોકશાહી પર તરાપ સમાન, ગુજરાત ભાડા વિધેયક પાછુ ખેંચો સહિતના બેનરો અને જાહેરજનતા જોગ સંદેશા સાથેના પણ બેનરો પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ અને લાગણી વ્‍યકત કર્યા હતા.

(10:49 AM IST)