News of Wednesday, 9th September 2026
પાંચઉમર ગામથી ગુમ થયેલ મહિલાને શોધી પરિવાર ને સોંપતી એલ.સી.બી ટીમ નર્મદા
હુમન સોર્સીસ તથા ટેકનિકલ સર્વિલન્સના આધારે માહીતીના આધારે ગુમ થયેલ બહેન ને શોધી કાઢી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશાખા ડબ૨ાલ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ હાલમાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેમના માતા-પિતાને સોંપવા તથા અસરકારક કામગી૨ી ક૨વાની આપેલ સુચના અને માર્ગદશન અનુસંધાને આર.જી. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓ દ્વારા જીલ્લાના ગુમ થયેલ બાળકો તથા વ્યક્તિઓની શોધખોળ કરવા સુચના આપતા ડેડીયાપાડા પો.સ્ટે. ગુમ જાણવા જોગ ન. ૧૪/૨૦૨૬ ના કામે ગુમ થયેલ વસંતીબેન પાસરિંગભાઈ અમરસિંગભાઈ વસાવા ૨હે, પાંચઉમ૨ આમલી ફળીયુ, તા.ડેડીયાપાડા જી.નર્મદાનાઓ કોઈ કારણોસર પોતાના ઘરેથી ક્યાંક જતા રહેલ હોવાની જાહેરાત ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુમ જાણવા જોગ આપેલ. જે અનુસંધાને એલ.સી.બી./એએન્ટી હ્યુમન ટ્રાફિકિગ (AHTU) ટીમના પોલીસ માણસોએ બનાવની ગંભીરતા સમજી તાત્કાલીક શોધખોળ માં લાગી ગયેલ હતા જે તપાસ દ૨મ્યાન હુમન સોર્સીસ તથા ટેકનિકલ સર્વિલન્સના આધારે માહીતીના આધારે ઉપરોક્ત ગુમ થયેલ બહેન ને શોધી કાઢી તેના પરીવા૨ સાથે મિલન કરાવતી એલ.સી.બી./AHTU ટીમ નર્મદા.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
