<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

નવસારીના બીલીમોરામાં ઘરફોડ ચોરીના આરોપીને LCBની ટીમે ઝડપી પાડ્યો: ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો

પોલીસે આરોપી પાસેથી સોનાની લગડીઓ, રોકડ અને બાઈક સહિત કુલ રૂ.10 લાખ 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

નવસારીના બીલીમોરામાં ઘરફોડ ચોરીના આરોપી આરીફુદ્દીન ઉર્ફે આરીફ સૈયદને LCBની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોનાની લગડીઓ, રોકડ અને બાઈક સહિત કુલ રૂ.10 લાખ 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBની તપાસમાં ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ફ્રૂટ વેચવાના બહાને સોસાયટીઓમાં રેકી કરતો અને બંધ મકાનોને નિશાન બનાવતો હતો. આરોપીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તે મકાનોની આસપાસ રેકી કરતો જોવા મળે છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 11 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

(10:01 PM IST)