તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ગુજરાતમાં દારૂના નેટવર્કને તોડવા કાયદાનું શસ્ત્ર ઉગામ્યું : વડોદરામાં લાલુ સિંધી સહિત 12 સામે GUJCTOC દાખલ
છેલ્લામાં 10 વર્ષ કરતા વધુ સમયથી દારૂના ગેરકાયદે ધંધામાં સક્રિય રહેલી આ ગેંગ સામે પ્રોહિબીશન સહિત અનેક પ્રકારના 106 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્ય અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ ગોવા જેવા રાજ્યોમાં દારૂનું ગેરકાયદે નેટવર્ક જમાવી લાલુ સિંધી ગેંગ ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવતી હતી. છેલ્લામાં 10 વર્ષ કરતા વધુ સમયથી દારૂના ગેરકાયદે ધંધામાં સક્રિય રહેલી આ ગેંગ સામે પ્રોહિબીશન સહિત અનેક પ્રકારના 106 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાંજ સ્ટેટ મોનિટરીંગ સેલે નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી 46 લાખની કિંમતનો દારુ – બિયરના જથ્થા સાથે નામચિન મનોજ ઉર્ફે પાપડ સહિત 6ની ધરપકડ કરી હતી. જ્યારે પ્રોહિબીશનના આ ગુનામાં લાલુ સિંધી, સુનિલ ઉર્ફે અદો અને કાલુ ઉર્ફે ટોપી સહિત 10ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વડોદરા તેમજ અન્ય રાજ્યોમાં દારૂના ગેરકાયદે ધંધામાં પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠેલી લાલુ સિંધી ગેંગના મોટા ભાગના આરોપીઓ હાલ ફરાર છે. જ્યારે ચાર જેટલા આરોપીઓ જેલવાસ ભોગી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં આ ગેંગના ચાલતા દારૂના ગેરકાયદે નેટવર્ક તોડી પાડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેમાં લાલુ સિંધી સહિત 12 લોકોની સંગઠીત ટોળકી સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. દારૂના ગેરકાયદે ધંધામાં વસાવી સ્થાવર અથવા જંગમ મિલકતોની પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવશે. આમ પોલીસે લાલુ સિંધી ગેંગની કમર તોડી ગુજરાત તથા અન્ય રાજ્યમાં જમાવેલા દારૂના ગેરકાયદે નેટવર્કને તોડી પાડ્યું છે. ગુજસીટોકના આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે 12 પૈકી મુકેશ નારાયણદાસ મખીજાનીની ધરપકડ કરી છે.
છેલ્લા 10 વર્ષમાં લાલુ સિંધી અને તેની ગેંગ દ્વારા સંગઠીત ગુનાઓ આચરવામાં આવ્યાં છે. જેમાં ખુન, ખંડણી, ધાડ, ખોટા દસ્તાવેજો બનાવવા, આર્મ્સ એક્ટ, પ્રોહિબીશન એક્ટ હેઠળના 106 જેટલા ગુનાઓ આચર્યા છે. તાજેતરમાંજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડી 46 લાખનો દારુ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં એસ.એમ.સીએ સ્થળ પરથી લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 6ની ધરપકડ કરી હતી. જ્યારે તેમની પ્રાથમિક તપાસમાં લાલુ સિંધી, કાલુ ટોપી, સુનિલ ઉર્ફે અદો સહિત 10 લોકોના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા.
લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી – 37 ગુના અને 6 વખત પાસા
· સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઇ કેવલરામાણી – 7 ગુના અને 3 વખત પાસા
· મુકેશ નારાયણદાસ મખીજાની – 22 ગુના અને 2 વખત પાસા
· અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી – 21 ગુના અને 2 વખત પાસા
· ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ – 5 ગુના અને 1 વખત પાસા
કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ ટેલવાણમી – 17 ગુના અને 6 વખત પાસા
· મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસિંગાની – 8 ગુના અને 3 વખત પાસા
· જિતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ – 5 ગુના અને 5 વખત પાસા
· મોહિત દિલીપભાઇ અગ્રવાલ – 09 ગુના
· હેમંત નાનકરામ સચવાણી – 10 ગુના અને 7 વખત પાસા
· હિમાંશુ દીલીપ અગ્રવાલ – 3 ગુના અને 2 વખત પાસા
· દિપેન દિનેશભાઇ વાળા – 3 ગુના
જેલાવાસ ભોગવી રહેલા આરોપી
1) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઇ કેવલરામાણી
2) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો પાપડ શંકરભાઇ નરસીંગાણી
3) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસીંગાણી
4) જિતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ
આ આરોપીઓને પકડવાના બાકી
1) લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમંતદાસ ખાનાણી
2) અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી
3) કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ તેલવાણી
4) હેમંત નાનકરામ સચવાણી
5) હિમાંશુ ઉર્ફે ભોલો દિલિપભાઇ અગ્રવાલ
6) દિપેન દિનેશભાઇ વાળા
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
