તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Tuesday, 22nd September 2026
દાહોદના દેવગઢ બારીઆના મોતીપુરા વિસ્તારમાં આખરે દીપડો પાંજરે પુરાયો: સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી
શિકારની લાલચે આવેલો દીપડો મોડી રાત્રે પાંજરામાં કેદ થયો :વન વિભાગે માદા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી

દાહોદના દેવગઢ બારીઆના મોતીપુરા વિસ્તારમાં આખરે દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભારે ફફડાટ હતો. દેવગઢ બારીઆ શહેર તેમજ સમગ્ર તાલુકામાં વન્યજીવોની સંખ્યામાં સતત વધારો થયો છે સ્થાનિક રહીશોની રજૂઆત બાદ વન વિભાગે તાબડતોબ પાંજરું ગોઠવ્યું હતું. શિકારની લાલચે આવેલો દીપડો મોડી રાત્રે પાંજરામાં કેદ થયો હતો વન વિભાગની પ્રાથમિક તપાસમાં પાંજરે પુરાયેલ દીપડો માદા હોવાનું સામે આવ્યું છે દીપડો ઝડપાઈ જતાં મોતીપુરા વિસ્તારના સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી હતી વન વિભાગે માદા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે .
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
