<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સુરતના પલસાણાના વણેસા ગામમાં દીપડો પાંજરે પુરાયો: ગામના રહેવાસીઓમાં રાહતની લાગણી

દીપડાને રેસ્ક્યૂ કરીને સામાજિક વનીકરણ રેન્જ ખાતે લઈ જવામાં આવ્યો

સુરત જિલ્લાના પલસાણાના વણેસા ગામમાં છેલ્લા છ મહિનાથી દહેશત ફેલાવતો દીપડો આખરે પાંજરે પુરાયો છે. ગામના ત્રણ ફળિયામાં દીપડાની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. દીપડો મરઘાં અને શ્વાનનો શિકાર કરતો હોવાથી ગ્રામજનોમાં ચિંતા વધી હતી. છેલ્લા એક સપ્તાહથી ભીમાડા ફળિયામાં દીપડાની સતત અવરજવર જોવા મળતી હતી. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડો ઝડપાતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાને રેસ્ક્યૂ કરીને સામાજિક વનીકરણ રેન્જ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાં પ્રાથમિક તપાસ કર્યા બાદ દીપડાને જંગલમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પુરાતાં વણેસા ગામના રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

(7:17 PM IST)