News of Wednesday, 16th September 2026
અમદાવાદના સાણંદમાં મોટી દેવતી પાસે ફરી દીપડાના આંટાફેરા :સ્થાનિકોમાં ભયનો માહોલ
ઈંટોના ભઠ્ઠા પાસે દીપડાના પંજાના નિશાન મળી આવતા વન વિભાગે સ્થળ પર પાંજરા ગોઠવ્યા

અમદાવાદના સાણંદમાં મોટી દેવતી પાસે ફરી એકવાર દીપડાની હાજરીના પુરાવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈંટોના ભઠ્ઠા પાસે દીપડાના પંજાના નિશાન મળી આવતા વન વિભાગે સ્થળ પર પાંજરા ગોઠવ્યા છે. આ અગાઉ પણ 18 ઓગસ્ટે આ જ સ્થળે દીપડાના ફૂટ માર્ક મળ્યા હતા. જ્યારે 19 જુલાઈએ શરણદીપ શેલા સોસાયટીમાં પ્રથમવાર દીપડો દેખાયો હતો. સાણંદ-શેલા વચ્ચે અત્યાર સુધીમાં ચાર વખત દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે. છેલ્લા સાત અઠવાડિયાથી દીપડાની હાજરીને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે, જોકે દીપડો હજુ સુધી વન વિભાગની પકડથી દૂર છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
