News of Thursday, 8th October 2026
જીવન કિંમતી છે....આવું કદી ન કરો! ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું તો બોયફ્રેન્ડે ૧૩માં માળેથી લગાવી દીધી છલાંગ : વીડિયો રેકોર્ડ કર્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થીએ આપઘાત કરી દીધો હતો. આપઘાત કરતાં પહેલા રેકોર્ડ કરેલા વીડિયોમાં તેણે પોતાની મનસ્થિતિ વર્ણવી હતી

સુરત તા.૮: સુરતના ગોડાદરામાં ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા ૮ વર્ષીય વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના૧૩માં માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું. હતું. આત્મઘાતી પગલું ભરતા પહેલા વિદ્યાર્થીએ મોબાઈલ ફોનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો.. જેમાં તેણે પોતાની અંતિમ મનોસ્થિતિ વર્ણવી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીએ તેના જીવનના અંતિમ વિચારો રજૂ કર્યા હતા. તેણે ઉલ્લેખ કર્યો હતો કે, અઠવાડિયા પહેલા જ તેનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું હતું કે, માત્ર કોઈ છોકરી પાછળ આ રીતે કોઈ જીવ નથી આપતું... મુખ્ય કારણ એ હતું કે તેને જિદગીમાં હવે કંઈ સારું નહોતું લાગી રહ્યું.
પોતાના માતા-પિતા વિશે ભાવુક થતાં તેણે કહ્યું કે, તેના માતા-પિતા ખૂબ જ પ્રેમાળ અને કાળજી રાખનારા છે, પરંતુ તેને અંદરથી એવો અહેસાસ થતો હતો કે તે તેમના આ અખૂટ પ્રેમ અને સાથ માટે લાયક નથી.. અંતમાં તેણે માતા-પિતાને રૂબરૂ ક્યારેય ન કહી શકેલો ‘આઈ લવ યુ'નો સંદેશો પણ આ વીડિયો મારફતે આપ્યો હતો.
વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ૧૩મા માળેથી નીચે પટકાતાં ઘટનાસ્થળે જ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંતિમ વીડિયો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.(૩૮.૩૪)
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
