News of Thursday, 29th October 2026
ગુજરાતમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે વરસાદ
નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે: અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવો વરસાદની શકયતા

અમદાવાદ :ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાનની આગાહી મુજબ, 29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 30 ઓક્ટોબરે તાપી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે. બીજી તરફ, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જોકે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
