<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

લીંબડી પોલીસની ખનન માફિયાઓ પર મોટી કાર્યવાહી :શિયાણીની ખારી સીમમાં ગેરકાયદે રેતી વોશ પ્લાન્ટ પર દરોડો

પોલીસે વોશ પ્લાન્ટ પરથી ડમ્પર, લોડર અને જનરેટર મશીન સહિત રેતી અને ખનિજ મળીને કુલ ₹15 લાખનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામની ખારી સીમમાં બેફામ ધમધમતી ગેરકાયદે રેતી ખનન અને ચોરીની પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ આઈજી (IG) નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમારની આગેવાનીમાં પોલીસ ટીમ દ્વારા શિયાણી ગામની ખારી સીમમાં આવેલા ગેરકાયદે રેતી વોશ પ્લાન્ટ પર સપાટો બોલાવીને મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસ ટીમ સાથે ખાણ-ખનિજ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે વોશ પ્લાન્ટ પરથી ડમ્પર, લોડર અને જનરેટર મશીન સહિત રેતી અને ખનિજ મળીને કુલ ₹15 લાખનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ અચાનક અને કડક કાર્યવાહીના કારણે વિસ્તારમાં ગેરકાયદે ખનન અને ખનિજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ અને ખળભળાટ મચી ગયો છે.

(11:44 PM IST)