<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં વારંવાર સર્જાતા ખાડીપૂરને લઈને સ્થાનિકોમાં ભારે રોષ

સણિયા, સારોલી, મગોબ અને લિંબાયત સહિતના વિસ્તારોના પૂરગ્રસ્ત લોકોએ તંત્ર સામે બળાપો ઠાલવ્યો

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં વારંવાર સર્જાતા ખાડીપૂરને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં બે વખત પૂર આવતાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મહિલાઓએ સુરત મહાનગરપાલિકા (SMC) સામે બાંયો ચઢાવી તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. 

   સણિયા, સારોલી, મગોબ અને લિંબાયત સહિતના વિસ્તારોના પૂરગ્રસ્ત લોકોએ તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે. સ્થાનિક સ્તરે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં રજૂઆત કરવાની તેમજ જરૂર પડશે તો મુખ્યમંત્રી સુધી પોતાની વ્યથા પહોંચાડવાની ચીમકી ઉચ્ચારી છે

(11:44 AM IST)