<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી મહેશજી પતંગેનું હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન : પુના ખાતે અંતિમવિધિ

તેમના નિધનથી સમાજ અને રાષ્ટ્રવાદી પરિવારમાં ક્‍યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી

રાજકોટઃ વર્ષો સુધી જુનાગઢ વિભાગના પ્રચારક તરીકે સેવારત રહેલા તથા હાલ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી શ્રી મહેશજી પતંગેનું ગઈકાલે અચાનક હૃદયરોગના ગંભીર હુમલાને કારણે દુઃખદ અવસાન થયું હતું. આજે સવારે પુના ખાતે અંતિમવિધિ થઈ હતી. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, સંસ્‍કાર નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે સમર્પિત રહ્યું. તેમના નિધનથી સમાજ અને રાષ્ટ્રવાદી પરિવારમાં ક્‍યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે

(11:59 AM IST)