News of Tuesday, 30th June 2026
અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી : થાઈલૅન્ડથી આવેલ પરસાળમાંથી 467 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો
થાઈલેન્ડથી આવેલા બે શંકાસ્પદ પાર્સલ ખોલતા તેમાંથી કાંડા ઘડિયાળના બોક્સ અને ડ્રાયફ્રૂટ્સના પેકેટની અંદર સંતાડેલો લીલો, પાંદડાવાળો હાઈબ્રિડ ગાંજો મળ્યો

અમદાવાદની શાહીબાગ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસ (FPO) ખાતેથી કસ્ટમ્સ વિભાગે થાઈલેન્ડથી આવેલા પાર્સલમાંથી 467 ગ્રામ કરતાં વધુ હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) જપ્ત કર્યો છે.
આંતરરાષ્ટ્રીય પાર્સલ દ્વારા ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે કસ્ટમ્સ વિભાગની ટીમ સજાગ હતી. થાઈલેન્ડથી આવેલા બે શંકાસ્પદ પાર્સલ ખોલતા તેમાંથી કાંડા ઘડિયાળના બોક્સ અને ડ્રાયફ્રૂટ્સના પેકેટની અંદર ખૂબ જ ચાલાકીપૂર્વક સંતાડેલો લીલો, પાંદડાવાળો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો
કસ્ટમ્સ વિભાગ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને માલ સીલ કરવામાં આવ્યો છે. આ પ્રકારના પાર્સલ મંગાવનારા સ્થાનિક નેટવર્ક અને તેના મૂળ સરનામાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા ચાલી રહી છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
