<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમદાવાદમાં પોલીસ માળખામાં મોટો ફેરફાર:3 નવા ડિવિઝન અને પોલીસ સ્ટેશન શરૂ :હવે શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે

હવે શહેરમાં ત્રણ નવા પોલીસ ડિવિઝન-P, R અને S-અસ્તિત્વમાં આવ્યા: વસ્ત્રાલ,મોટેરા,સાબરમતી ઇસ્ટ આ નવા પોલીસ સ્ટેશનો શરૂ

અમદાવાદ શહેરના સતત વિસ્તરણ અને વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને પોલીસ માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે શહેરમાં ત્રણ નવા પોલીસ ડિવિઝન-P, R અને S-અસ્તિત્વમાં આવ્યા છે. આ બદલાવ સાથે શહેરમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનવાની અપેક્ષા છે. 

નવા માળખા હેઠળ નીચેના પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે.વસ્ત્રાલ,મોટેરા,સાબરમતી ઇસ્ટ આ નવા પોલીસ સ્ટેશનો શહેરના વિસ્તરતા વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

નવા ફેરફારો મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોને નવા ડિવિઝનમાં ગોઠવવામાં આવ્યા છે:

  • P ડિવિઝન: કુલ 3 પોલીસ સ્ટેશનોનો સમાવેશ
  • R ડિવિઝન: ઓઢવ, નિકોલ અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન
  • S ડિવિઝન: વટવા, વટવા GIDC અને રામોલ પોલીસ સ્ટેશન
  • નવા માળખા હેઠળ ઝોન-8માં હવે R અને S ડિવિઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં પોલીસની દેખરેખ વધુ મજબૂત બનશે.

(7:18 PM IST)