<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિકના ભાઈ પરના જીવલેણ હુમલા કેસમાં મોટો પર્દાફાશ

રૂપિયા ૫ કરોડની માતબર ખંડણી વસૂલવા માટે દુબઈમાં બેઠેલા હેરી નામના શખ્સના ઇશારે હુમલો :માત્ર ૫૦-૫૦ હજાર રૂપિયાની સોપારી લઈને આ હુમલો આચર્યો

વાપીમાં ચકચાર મચાવનાર અભિષેક જ્વેલર્સના માલિકના ભાઈ પરના જીવલેણ હુમલા કેસમાં વલસાડ પોલીસે એક મોટો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ખૂલ્યું છે કે આ ભયાનક હુમલો રૂપિયા ૫ કરોડની માતબર ખંડણી વસૂલવા માટે દુબઈમાં બેઠેલા હેરી નામના શખ્સના ઇશારે કરવામાં આવ્યો હતો. આ ગુનાને અંજામ આપવા માટે આરોપીઓએ અમૃતસરથી ટ્રેન મારફતે વાપી આવીને એક હોટલમાં રોકાઈને પરિવારની લાંબી રેકી કરી હતી અને માત્ર ૫૦-૫૦ હજાર રૂપિયાની સોપારી લઈને આ હુમલો આચર્યો હતો. વલસાડ પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરીને આ કેસમાં સંડોવાયેલા ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર પ્રકરણમાં અન્ય કયા કયા શખ્સો સામેલ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(11:46 PM IST)