News of Sunday, 31st May 2026
31 મે આંતર રાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસની ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગરના કર્મઠ પરિજનો દ્વારા અનોખા સેવા કાર્યથી ઉજવણી : જુઓ વિડીયો
ગાયત્રી શકિત પીઠના અભિયાનને પ્રતિસાદ આપતા ૨૫ થી વધુ લોકોએ વ્યસન સામગ્રી ઝોળીમાં આપી દઈને વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો

ગાંધીનગર : દેશ ભરમાં ૩૧/મે ના દિવસે ઉજવાયેલા તમાકુ નિષેધ દિવસમાં ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ગાંધીનગર સ્થિત પરિજનોએ રેલી યોજીને વ્યસન મુક્તિ માટે પ્રેરણાત્મક સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગાયત્રી શકતિપીઠના ઉપક્રમે પાટનગરના પથિક આશ્રમ એસટી બસ સ્ટેન્ડ ઉપર નશામુકત અભિયાન ,વ્યસનમુક્તિ અભિયાન માટે લોક જાગૃતિ સાથે સૂર્યદેવના પ્રકોપ સામો લોકોને રાહત આપવા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઓછામાં ઓછા 25 થી વધારે લોકોએ ગાયત્રી શક્તિપીઠના આ સેવા અભિયાનને પ્રતિસાદ આપીને નશો છોડવા માટેના સંકલ્પ લીધો હતો.
વ્યસન ની આદત ધરાવતા આ વ્યક્તિઓએ ગાયત્રી પરિવારના પરિજનોની ઝોળીમાં પોતાની વ્યસન ની સામગ્રી ગુટકા, તમાકુ અર્પણ કરીને આજીવન વ્યસન નહિ કરવાનો સંકલ્પ કર્યો હતો.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
