News of Wednesday, 20th May 2026
પાલનપુરમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ સંપૂર્ણ બંધ પાળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો
ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈ દેશવ્યાપી કેમિસ્ટ હડતાળનું એલાન : મુખ્ય બજારો તેમજ ડોક્ટર હાઉસ પરિસરમાં તમામ મેડિકલ સ્ટોરો સંપૂર્ણપણે બંધ

પાલનપુર :ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈ આજે દેશવ્યાપી કેમિસ્ટ હડતાળના એલાનના પગલે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં વહેલી સવારથી જ મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ સંપૂર્ણ બંધ પાળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે મુખ્ય બજારો તેમજ ડોક્ટર હાઉસ પરિસરમાં આવેલા તમામ મેડિકલ સ્ટોરો સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
જો કે, હડતાળ દરમિયાન દર્દીઓ અને સામાન્ય લોકોને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી કેસમાં લોકોને પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતેથી જરૂરી દવાઓ સરળતાથી મળી રહેશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
