<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ગાંધીનગરમાં કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઈવ: રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકસી સુધીના માર્ગ પર કરાયેલા દબાણો હટાવાયા

કોર્પોરેશનની ટીમે કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ત્રણ મોટા શોપિંગ કોમ્પલેક્સને પણ નોટિસ ફટકારી

ગાંધીનગરમાં  દબાણો સામે કોર્પોરેશન દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહેલી કાર્યવાહીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકસી સુધીના માર્ગ પર કરાયેલા દબાણો હટાવી જાહેર માર્ગને અવરોધમુક્ત બનાવવામાં આવ્યો છે. કોર્પોરેશનની ટીમે કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ત્રણ મોટા શોપિંગ કોમ્પલેક્સને પણ નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં પણ દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

(1:47 PM IST)