News of Friday, 25th September 2026
જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે મેગા વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સાથે મળી અંદાજીત ૧૮ કરતા પણ વધુ લોકોએ સ્વૈચ્છિક રકદાન કરી બ્લડ એકત્રીત કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા શુક્રવારે સેવા મેરા યોગદાન અંતર્ગત મેગા વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ જિલ્લા પંચાયત, અમદાવાદ સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ચેરમેન આરોગ્ય સમિતિ વિષ્ણુભાઇ ગટોરભાઇ જાદવ, મહેશભાઇ વડોદરીયા, અશોકભાઇ ખાંટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.બી. કાપડીયા, ડૉ. ચિરાગ ઘુવાડ જિલ્લા ક્ષય અધિકારી તથા સોલા સીવીલ હોસ્પિટલના બ્લડ બેંક સ્ટાફ દ્વારા સાથે મળી વઘુને વઘુ લોકો સ્વૈચ્છીક રીતે રકતદાન કરવા પેરીત કરવામાં આવેલ હતા. જેમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સાથે મળી અંદાજીત ૧૮ કરતા પણ વધુ લોકોએ સ્વૈચ્છિક રકદાન કરી બ્લડ એકત્રીત કરવામાં આવ્યું હતું. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અમદાવાદ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
