<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

રાજ્યમાં મેઘમહેર: સવાર સુધીમાં ધીમા પગલે ૧૫૫ તાલુકાઓમાં વરસાદ અને જળાશયોમાં નવા નીરની આવક

ઉકાઈ ડેમ ડેમની જળસપાટી ૩૧૬.૧૯ ફૂટે પહોંચી

વાપી: (જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) રાજ્યમાં વરસાદી માહોલ ધીમા પગલે ચાલુ રહ્યો છે. છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ સવાર સુધીમાં રાજ્યના ૧૫૫ તાલુકાઓમાં ૧ થી ૬૮ મીમી જેટલો હળવો વરસાદ નોંધાયો છે.

મુખ્ય તાલુકાઓમાં નોંધાયેલ વરસાદ:

  જેતપુર પાવી: ૨.૬૮ ઇંચ

  લીમખેડા: ૨.૦૯ ઇંચ

  સંતરામપુર: ૧.૯૩ ઇંચ

  ધંધુકા: ૧.૭૭ ઇંચ

  ઠાસરા અને ફતેપુરા: ૧.૭૩ ઇંચ

  અમીરગઢ: ૧.૬૯ ઇંચ

  મહેમદાવાદ: ૧.૬૫ ઇંચ

ડેમ અને જળાશયોની સ્થિતિ:

ઉકાઈ ડેમ: ઉપરવાસમાંથી નવા નીરની આવક થતાં ડેમની જળસપાટી ૩૧૬.૧૯ ફૂટે પહોંચી છે. પાણીની આવક વધવાને કારણે કોઝવેમાંથી ૪૧,૦૦૦ ક્યુસેક પાણી વહી રહ્યું છે.

મધુવન ડેમ: જળસપાટી જાળવી રાખવા માટે ડેમના ૮ દરવાજા સતત ખોલવામાં આવ્યા છે અને તેમાંથી હાલ ૩૭,૪૭૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

(9:50 AM IST)