News of Friday, 3rd July 2026
ઉપલેટા પંથક અને સુરતમાં મેઘમહેર: ડુમિયાણીમાં દોઢ કલાકમાં 2 ઇંચ : સમઢિયાળા-છત્રાસામાં ધોધમાર : સુરતમાં અનરાધાર વરસાદ
કોલકીથી ઉપલેટા રોડ પર પાણી ભરાયા : બપોર બાદ વરસાદી માહોલ જામ્યો : વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર : ખરીફ પાકને નવજીવન મળશે

( ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી તા.૩: ઉપલેટા તાલુકામાં આજે બપોર બાદ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
ડુમિયાણી ગામે બપોરે દોઢ કલાકમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે તેમજ છત્રાસામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
કોલકીથી ઉપલેટા રોડ પર વરસાદને કારણે પાણી ભરાવાના દૃશ્યો સર્જાયા હતા. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ સુરત શહેરમાં પણ આજે અનરાધાર વરસાદ ચાલુ રહ્યો હતો. બપોર પછી વરસાદે જોર પકડતા જનજીવન પ્રભાવિત થયું હતું.
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખરીફ પાકને નવજીવન મળશે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
