તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 13th September 2026
અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી: શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં મેહુલિયો મન મુકીને વરસ્યો
પૂર્વમાં રખિયાલ, બાપુનગર, ગોમતીપુર, ખોખરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ :પશ્ચિમ વિસ્તારમાં માણેકબાગ, ઈન્કમટેસ્ક સહિતના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર

અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગમાં મેહુલિયો મન મુકીને વરસ્યો હતો પૂર્વમાં રખિયાલ, બાપુનગર, ગોમતીપુર, ખોખરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો પશ્ચિમ વિસ્તારમાં માણેકબાગ, ઈન્કમટેસ્ક સહિતના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર જોવા મળી હતી કાળા ડિબાંગ વાદળ વચ્ચે મુશળધાર વરસાદને પગલે અંધારપાટની જેવી સ્થિતિ સર્જાઈ હતી વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સાથે અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા .
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
