News of Tuesday, 7th July 2026
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: પ્રાંતિજમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર
ભારે વરસાદને પગલે પ્રાંતિજની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકી

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને પ્રાંતિજમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં પોણા બે ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં આવી ગયું છે. ભારે વરસાદને પગલે પ્રાંતિજની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જ્યારે મુખ્ય બજાર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં વેપાર-ધંધા પર માઠી અસર પડી છે. અચાનક આવેલી આ આફતને કારણે સ્થાનિકો અને વેપારીઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી જતાં લોકો વહીવટીતંત્રની કામગીરી પર ફરી ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
